________________
અહિંસા
133 છે. આ સચ્ચાઈને સમજાવતાં કુરુષાર્થસિદ્ધહુપાયમાં માંસાહારીઓની ઉક્ત દલીલનું ખંડન આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ
એવો વિચાર કરીને કે ‘ઘણા જીવોના ઘાતથી ઉત્પન્ન થયેલા ભોજનથી એક જીવની ઘાતથી ઉત્પન્ન થયેલું ભોજન સારું છે' ક્યારેય પણ જંગમ (હરતા ફરતા) જીવની હિંસા કરવી જોઈએ નહીં. ભાવાર્થ-અનાદિકના આહારમાં અનેક જીવ મરે છે, તેથી તેમના બદલે એક મોટા ભારે જીવને મારીને ખાઈ લેવું સારું છે' એવો કુતર્ક કરવો મૂર્ખતાપૂર્ણ છે, કારણ કે હિંસા પ્રાણઘાત કરવાથી થાય છે અને એકેન્દ્રિય જીવોની સરખામણીએ પંચેન્દ્રિય જીવોના દ્રવ્ય-પ્રાણ અને ભાવ-પ્રાણ અધિક હોય છે, એવો સિદ્ધાંતકારોનો મત છે. એટલા માટે અનેક નાનાનાના જીવોથી મોટા પ્રાણીના ઘાતમાં અધિક હિંસા છે. જ્યારે એકેન્દ્રિય જીવને મારવા કરતાં દ્વીન્દ્રિય (બે ઇંદ્રિયો) જીવને મારવામાં જ અસંખ્યગણું પાપ છે, તો પંચેન્દ્રિયની હિંસાનું તો કહેવું જ શું?
વિવેકશીલ કહેવડાવનારા મનુષ્ય ત્રસ (ચલ) અને સ્થાવર (અચલ) જીવોના આ ભેદને સમજીને હરતાં-ફરતાં જીવોનો ઘાત કરવો જોઈએ નહીં.
મનુષ્યથી નીચેની શ્રેણીઓના જીવ પોતાની સ્વાભાવિક મૂળ પ્રવૃત્તિઓ અનુસાર શાકાહાર, માંસાહાર અથવા બન્ને જ પ્રકારનો આહાર લેનારા હોય છે. તેમની આ જન્મજાત પ્રવૃત્તિઓમાં બદલાવ આવતો નથી. ઉદાહરણ તરીકે, વાઘ અને સિંહ ભુખ્યા રહેવા છતાં પણ ઘાસ ખાતા નથી. એવી જ રીતે ગાય અને ઘોડા કોઈપણ હાલતમાં માંસ ખાતા નથી. પરંતુ મનુષ્યમાં પોતાને બદલવાની અપાર ક્ષમતા છે. આ ક્ષમતાનો સદુપયોગ કરીને તે પરમાત્મા બની શકે છે અને એનો દુરુપયોગ કરીને ઘોર નરકમાં જઈ શકે છે. મનુષ્યના શરીરની પ્રાકૃતિક બનાવટ (જેમ કે તેના દાંત, નખ વગેરે) પર વિચાર કરતાં એ સહેલાઈથી સમજી શકાય છે કે માંસ તેનો સ્વાભાવિક આહાર નથી. જ્યાં સુધી મનુષ્ય પોતાની રુચિને વિકૃત કરી લેતો નથી ત્યાં સુધી સ્વાભાવિક રૂપે તેને ન માંસની ગંધ સારી લાગે છે અને ન તે માંસને રાંધ્યા વિના ખાઈ શકે છે. પરંતુ માંસ ખાનારાઓની સંગતિમાં રહીને તે માંસને મસાલાઓ અને તેલમાં તળીને