________________
134
જૈન ધર્મ સાર સંદેશ કે રાંધીને ખાય છે અને તેની ગંધ લેવાનું પસંદ કરે છે. જૈન ધર્મના પ્રસિદ્ધ ગ્રંથ સૂત્રકતાંગમાં મનુષ્યની આ બગડેલી દશા તરફ ધ્યાન અપાવતાં કહેવામાં આવ્યું છેઃ
કેટલાંક લોકો માંસ માટે ઘેટાં-બકરાંઓને ખવડાવીને તગડા કરે છે અને તેનું માંસ તેલ,નમક અને મસાલાઓની સાથે રાંધીને ખાય છે, ખવડાવે છે અને ખુશીઓ મનાવે છે. ધર્મ અને નૈતિકતાથી વિમુખ એવા મનુષ્ય અજ્ઞાનવશ જૂઠી ખુશીઓ મનાવતાં પાપ કમાય છે.46
હિંસક મનુષ્ય પોતાના સુખ અને શોખને પુરો કરવા માટે કેટલાય પ્રકારના અનાવશ્યક પ્રયોજનોને બતાવીને પશુઓની હિંસા કરે છે. જૈન ગ્રંથ આચારાંગ સૂત્રમાં આવા કેટલાક પ્રયોજનોનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
કેટલાક લોકો યજ્ઞ માટે પશુઓનો વધ કરે છે અને કેટલાક બીજા લોકો ચામડું, માંસ, લોહી, જીગર, પાંખ, દાંત, શિંગડાં વગેરે માટે પશુ-પક્ષીઓને મારે છે તથા કેટલાક લોકો જંગલી પશુઓનો શિકાર કરવાને પોતાનો ખેલ કે મનોરંજન માને છે અને કેટલાક લોકો આમ જ વિના કોઈ કારણ પશુઓની હિંસા કરે છે.47
કહેવાઈ ચૂક્યું છે કે જૈન ધર્મ અનુસાર ધર્મ મોક્ષનું સાધન છે અને ધર્મનું પાલન ફક્ત મનુષ્ય જ કરી શકે છે. જીવ-દયા અને જીવ-રક્ષા ધર્મના મૂળ આધાર છે. એટલા માટે જીવો પર દયા કરવી અને તેમની રક્ષા કરવી મનુષ્યના આવશ્યક કર્તવ્યો છે. જો મનુષ્ય પોતાને ખાવા યોગ્ય અનેક ઉત્તમ પદાર્થો સંસારમાં જોવા છતાં પણ નિરપરાધી પશુ-પક્ષીઓની નિર્દયતાપૂર્વક હત્યા કરીને તેમનું માંસ ખાવાનું પસંદ કરે છે તો એ તેનો અન્યાય જ નહીં, બલકે ઘોર અત્યાચાર છે. જો રક્ષક જ ભક્ષક બની જાય તો તેને અત્યાચારી ન કહીએ તો શું કહીએ? આ સંબંધમાં નાથુરામ ડોંગરીય જૈન પોતાના વિચાર આ શબ્દોમાં પ્રગટ કરે છેઃ
દૂધ અને માખણ, ઘી અને બદામ, મેવા અને ફળ જેવાં પોષ્ટિક, પવિત્ર, સ્વાદિષ્ટ, સુંદર અને સાત્ત્વિક પદાર્થોના હોવા છતાં ગાય અને બકરો, હરણ અને મરઘી, માછલી અને કબૂતર જેવા મૂક તથા દીન પશુઓને મારી-કાપીને ગળામાં ઊતારી જવું (ગળી જવું) કર્યું