________________
અહિંસા
ઇન્સાનિયતનું કામ છે? જ્યારે લોકો નિર્દયતાપૂર્વક પશુ-પક્ષીઓના ગળા પર છરીઓ ચલાવે છે ત્યારે તે બિચારાઓ પર શું વિતતું હશે? શું તેઓ એમ સમજે છે કે જેમના ગળાઓ પર છરીઓ ચલાવવામાં આવી રહી છે તે પથ્થરનાં બનેલાં છે? જૈનધર્મ લલકારીને કહે છે – કે હે માનવ! તને તો એટલી શક્તિ અને બુદ્ધિ પ્રાપ્ત થઈ છે. તેનો સદુપયોગ કરતાં શીખ, અને પોતાના સમાન જ બીજાઓના પ્રાણો અને હિતોની જો ઉદારતાપૂર્વક રક્ષા કરી શકતો નથી તો કમસેકમ એમનો ભક્ષક તો ન બન.48
જૈન ધર્મમાં માંસની સાથે સાથે દારૂ વગેરે નશાકારક પદાર્થોથી પણ પરેજ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. મદિરા-પાનનો હિંસા સાથે ગાઢ સંબંધ છે, કારણ કે મદિરા (શરાબ) પીનારાની સ્વાભાવિક પ્રવૃત્તિ હિંસા તરફ હોય છે અને તે અતિ શીઘ્ર ઉત્તેજિત થઈને કામ, ક્રોધ, અહંકાર વગેરે દુર્ગુણોનો શિકાર થઈ જાય છે. મદિરાના સેવનથી મન અને બુદ્ધિ વિકૃત અને વિચલિત બનેલી રહે છે અને એવી સ્થિતિમાં મનને એકાગ્ર કરીને સ્મરણ ધ્યાન આદિ અંતર્મુખી સાધનોમાં લગાવવું સંભવ થઈ શકતું નથી. મદિરા પીવાથી થનારી અનેક હાનિઓ નો ઉલ્લેખ કરતાં પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ
મદિરા-પાન ચિત્તને મોહિત કરે છે, અને મોહિત-ચિત્ત પુરુષ ધર્મને ભૂલી જાય છે તથા ધર્મને ભૂલેલો જીવ હિંસાનું નિઃશંક (નિડર) થઈને આચરણ કરે છે.49
135
મદિરા કે શરાબને રસથી ઉત્પન્ન થનારા અનેક સૂક્ષ્મ જીવોનું ઉત્પત્તિ સ્થાન માનવામાં આવે છે. એટલા માટે જે મદિરા પીએ છે તે જીવોની હિંસા પણ અવશ્ય કરે છે. જૈનધર્મામૃતમાં એને આ શબ્દોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
મદિરા, રસોત્પન્ન (રસથી ઉત્પન્ન થનારા) અનેક જીવોની યોની (ઉત્પત્તિની જગ્યા) કહેવામાં આવે છે, એટલા માટે મદ્ય-સેવન કરનારા જીવોની હિંસા અવશ્ય જ થાય છે.
ભાવાર્થ મદિરામાં તદ્રસ-જાતીય (તે રસથી ઉત્પન્ન થનારી જાતીના) અસંખ્ય જીવ નિરંતર ઉત્પન્ન થતા રહે છે, અને પીતા
=