________________
136
જૈન ધર્મઃ સાર સંદેશ
સમયે તે બધાંનું મૃત્યુ થઈ જાય છે, એટલા માટે મદિરા-પાનમાં હિંસા નિયમથી થાય જ છે.50
મદિરા-પાન અનેક વિકારોને ઉત્પન્ન કરે છે અથવા એમ કહો કે મદિરાપાન અનેક દુર્ગુણોનું રૂપ લઈ લે છે. જૈનધર્મામૃતમાં એને આ શબ્દોમાં વ્યક્ત કરવામાં આવ્યું છેઃ
અભિમાન, ભય, જુગુપ્સા (નિંદા), હાસ્ય, અરતિ, (અશાંતિ) શોક, કામ, ક્રોધ-વગેરે હિંસાના જ પર્યાયવાચી નામ છે અને તેઓ બધાં જ મદિરા-પાનના નિકટવર્તી છે.
આ કથનોથી સ્પષ્ટ છે કે માંસ-મદિરા વગેરે તામસિક અને નશીલા પદાર્થના સેવનની પ્રવૃત્તિ હિંસાને ઉત્તેજન આપે છે અને હિંસાનો અભિમાન,કામ,ક્રોધ વગેરે વિકારો સાથે અત્યંત નિકટ સંબંધ છે. એટલા માટે આ બધા વિકારોથી બચવા, પોતાના જીવનમાં પવિત્રતા લાવવા અને પરમાર્થની રાહ પર ચાલવા માટે હિંસાની સાથે જ માંસ-મદિરાનો પણ ત્યાગ કરવો અત્યંત આવશ્યક છે.
શુદ્ધ અને સાત્ત્વિક ખાણી-પીણી તથા સદાચારમય જીવન-આ પારમાર્થિક સાધનાના આધાર છે. શુદ્ધ આહાર અને પવિત્ર આચરણને અપનાવ્યા વિના પારમાર્થિક સાધનામાં સફળ થવાની અને અવિનાશી સુખ-શાંતિ પ્રાપ્ત કરવાની આશા કરી શકાતી નથી. વાસ્તવમાં શુદ્ધ આહાર અને સદાચાર વિના કોઈ પારમાર્થિક સાધનાનો અધિકારી કે પાત્ર જ બનતો નથી. એ જ ભાવને વ્યક્ત કરતાં હુકમચંદ ભારિલ્લ કહે છેઃ
શુદ્ધ સાત્ત્વિક સદાચારી જીવન વિના સુખ-શાંતિ પ્રાપ્ત થવી તો દૂર, સુખશાંતિ પ્રાપ્ત કરવાના ઉપાય સમજવાની પાત્રતા પણ ઉત્પન્ન થતી નથી.
એટલા માટે જૈન ધર્મમાં અહિંસાનો સર્વાધિક મહિમા બતાવતાં માંસમદિરાના સેવનનો પૂર્ણ નિષેધ કરવામાં આવ્યો છે.