________________
ગુરુ
171 ચૈતન્યનું વીતરાગવિજ્ઞાન સુખરૂપ છે, અને આવા વીતરાગવિજ્ઞાનરૂપ ધર્મને સાધીને અનાદિકાળથી જીવો મુક્ત થતા રહે છે. વીતરાગ-વિજ્ઞાનવંત જીવ (વીતરાગી આત્મજ્ઞાની મહાત્મા) જગતમાં સદાકાળ વિદ્યમાન હોય જ છે. તેથી મુક્તિ માટે તમે પણ વીતરાગવિજ્ઞાન કરો.
સંસારના કેવળ અચેતન વિષય જ જીવ માટે દુઃખદાયી હોતા નથી, બલકે સાંસારિક વિષયોમાં આસક્ત પોતાના નિકટ સંબંધી પણ પોતાના મોહમાં ફસાવીને જીવને સંસારમાં અટકાવી રાખે છે અને તેના દુઃખનું કારણ બને છે. એકમાત્ર ગુરુદેવ જ, જે તેને મોક્ષમાર્ગ બતાવીને સંસારથી મુક્ત કરે છે, તેના સાચા મિત્ર, બંધુ અથવા હિતેચ્છુ છે. જ્ઞાનાવમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
હે આત્મજેઓ તને સંસારના ચક્રમાં નાંખે છે, તેઓ તારા બાંધવ (હિતેચ્છુ નથી; પરંતુ જે મુનિગણ (ગુરુ મહારાજ) તારા હિતની વછના કરીને (ઇચ્છા રાખીને) બંધુતા કરે છે, અર્થાત્ હિતનો ઉપદેશ કરે છે, તથા મોક્ષનો માર્ગ બતાવે છે, તેઓ જ વાસ્તવમાં તારા સાચા અને પરમ મિત્ર છે.15
જૈન ધર્મ અનુસાર જીવના કલ્યાણ માટે ગુરુ અત્યંત જ આવશ્યક છે. માત્ર ગુરુદેવ જ જીવને આધ્યાત્મિક દીક્ષા પ્રદાન કરી શકે છે તથા ગુરુની કૃપા અને સહાયતાથી જ તે મોક્ષમાર્ગની કઠિનાઈઓ પર વિજય પ્રાપ્ત કરીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થાય છે સંસારમાં સાધારણ રીતે બે પ્રકારના ગુરુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે: પહેલાને વિદ્યાગુરુ અને બીજાને દીક્ષાગુરુ કહે છે. લખતાં-વાંચતાં શિખવાડનારા તથા નાના-મોટા વિદ્યાલયોમાં સંસારના અનેક વિષયોની શિક્ષા આપનારાને વિદ્યાગુરુ કહે છે. પરંતુ જેઓ દીક્ષા અથવા પરમાર્થનો ભેદ આપીને જીવના આંતરિક અંધકારને દૂર કરીને તથા આ મોક્ષમાર્ગને પ્રકાશિત કરે છે અને આ પ્રમાણે જીવને વાસ્તવિક સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે છે, તેમને દીક્ષાગુરુ કહેવામાં આવે છે. આ બન્ને જ ઉપકારી છે તથા સત્કાર અને નમસ્કારને યોગ્ય છે, કારણ કે વિદ્યાગુરુ સાંસારિક વિદ્યા શિખવાડીને સાંસારિક વિષયોનું જ્ઞાન આપે છે અને દીક્ષાગુરુ આધ્યાત્મિક વિદ્યાનો ભેદ બતાવીને આત્મિક પ્રકાશ પ્રદાન કરે છે. પરંતુ