________________
જૈન ધર્મઃ સાર સંદેશ
અપ્રત્યક્ષરૂપે પ્રાપ્ત કરવામાં આવે છે. એટલા માટે કુંથુસાગરજી મહારાજ ખૂબ જ સ્પષ્ટતાની સાથે કહે છેઃ
170
આ સંસારમાં સૌથી ઉત્તમ પદાર્થ ભગવાન અરહંતદેવ છે, તેમના દ્વારા કહેવાયેલાં શાસ્ત્રો છે.2
અરહંત દેવ સર્વજ્ઞ(કેવલી) હોય છે અને જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને તેઓ તેમનો સૌથી મોટો ઉપકાર કરે છે. જ્ઞાનાર્ણવમાં તેમનો મહિમા અને પરોપકારનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
:
આવા કેવલી (સર્વજ્ઞ) ભગવાન શીલ અને ઐશ્વર્ય સહિત પૃથ્વીતલમાં વિહાર કરે છે. તેઓ વિભુ (પ્રભુ) સર્વજ્ઞ ભગવાન્ પૃથ્વીતલમાં વિહાર કરીને જીવોના દ્રવ્યમેલ અને ભાવમેલરૂપી મિથ્યાત્વને જડથી નાશ કરે છે અને સમસ્ત ભવ્ય (મોક્ષાર્થી) જીવરૂપી કમળોની મંડળી (સમૂહ)ને પ્રફુલ્લિત કરે છે.
ભાવાર્થ જીવોના મિથ્યાત્વને દૂર કરીને તેમને મોક્ષમાર્ગમાં લગાવે છે.3
-
સાચું સુખ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપની પ્રાપ્તિમાં જ છે. પરંતુ અનાડી જીવો સંસારના અચેતન વિષયોને સુખનું સાધન સમજી તેમનામાં સુખ શોધવાની કોશિશ કરે છે. ગુરુ જીવોની આ મિથ્યાદ્રષ્ટિને દૂર કરીને એ બતાવે છે કે સાચું સુખ ચૈતન્યમાં જ છે અને આત્મા ચૈતન્યમય છે. એટલા માટે આત્મજ્ઞાનમાં જ સાચું સુખ છે; આત્મજ્ઞાન વિના બધું દુઃખ જ દુઃખ છે. ચૈતન્યસ્વરૂપ આત્માનું પૂર્ણ જ્ઞાન અથવા અનુભવ થઈ જતાં જીવને સંસારી વિષયોથી વૈરાગ્ય અથવા અનાસક્તિ થઈ જાય છે. તે વીતરાગી બની જાય છે. એટલા માટે જેન ધર્મમાં વીતરાગવિજ્ઞાનરૂપ ધર્મને સાધવાનો ઉપદેશ આપવામાં આવે છે અને એ બતાવવામાં આવે છે કે સાચા સુખને પ્રાપ્ત કરવાની અથવા વીતરાગી બનવાની ઇચ્છા રાખનારાઓના હિત માટે વીતરાગી આત્મજ્ઞાની મહાત્મા અથવા ગુરુ સદા સંસારમાં વિદ્યમાન રહે છે, જેમ કે વીતરાગવિજ્ઞાનનો ઉપદેશ આપતાં કાનજી સ્વામી સ્પષ્ટ રીતે કહે છેઃ