________________
169
રચના કરે છે. તેમનો કોઈ અભ્યાસ કરે છે, કોઈ તેમને કહે છે, કોઈ સાંભળે છે – આ પ્રમાણે પરંપરામાર્ગ ચાલ્યો આવે છે.)
આ પ્રમાણે તીર્થકર, દેવ અથવા પરમ ગુરુ દિવ્યધ્વનિ દ્વારા અધિકારી જીવોને ઉપદેશ આપીને અર્થાત્ દિવ્યધ્વનિના સંપર્કમાં લાવીને તેમને પ્રત્યક્ષરૂપે પારમાર્થિક જ્ઞાન પ્રદાન કરે છે, જયારે કે ગણધરાદિ ગ્રંથકર્તા શાસ્ત્રોના માધ્યમથી તે જ્ઞાનને પરોક્ષરૂપે પ્રસ્તુત કરે છે જેને જીવ પોતાની બુદ્ધિ દ્વારા ગ્રહણ કરવાનો અથવા સમજવાનો પ્રયત્ન કરે છે.
તીર્થકરો અથવા પરમ ગુરુની દિવ્યધ્વનિ પર આધારિત હોવાને કારણે જ સૉંથો અથવા શાસ્ત્રોને પ્રમાણિક માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રોના મર્મને સમજવા માટે કોઈ સાચા જ્ઞાની ગુરુની આવશ્યકતા હોય છે, અન્યથા તેમનો સાચો મર્મ ન સમજવાને કારણે અનાડી જીવોને તેમનાથી લાભને બદલે હાનિ થઈ શકે છે. આ વાતને સમજાવતાં હુકમચંદ ભારિલ્લ કહે છેઃ
જેમ ઔષધિ-વિજ્ઞાન સંબંધી શાસ્ત્રોમાં અનેક પ્રકારની ઔષધિઓનું વર્ણન હોય છે. જો કે બધી ઔષધિઓ રોગોને મટાડનારી જ છે, તેમ છતાં પ્રત્યેક ઔષધિ દરેક રોગીના કામની હોઈ શકતી નથી. વિશેષ રોગ તથા વ્યકિત માટે વિશેષ ઔષધિ વિશિષ્ટ અનુપાત (અનુસરણ)ની સાથે નિશ્ચિત માત્રામાં જ ઉપયોગી થાય છે. આ જ વાત શાસ્ત્રોના કથનો પર પણ લાગુ પડે છે. તેથી તેમના મર્મને સમજવામાં પૂરેપૂરી સાવધાની રાખવી જોઈએ, અન્યથા ખોટી ઔષધિના સેવનના સમાન લાભના સ્થાને હાનિની સંભાવના અધિક રહે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખિત વિષયોને તેના પૂર્વાપર પ્રસંગ અને સંદર્ભમાં સમજવા ખૂબ જ આવશ્યક છે, અન્યથા તેનો સાચો ભાવ સમજી શકવો સંભવ થશે નહીં. શાસ્ત્રો સ્વયં બોલતાં નથી, તેમનો મર્મ આપણે સ્વયં (પોતાના નિજી જ્ઞાનના આધારે) અથવા યોગ્ય જ્ઞાનીઓના સહયોગથી કાઢવો પડે છે."
આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે જૈન ધર્મમાં અરહંત દેવ અથવા પરમ ગુરુનું સ્થાન સર્વશ્રેષ્ઠ છે અને તેઓ જ શાસ્ત્રોની પ્રમાણિકતાનો આધાર છે. તેઓ પ્રત્યક્ષ જ્ઞાનદાતા છે, જ્યારે કે શાસ્ત્રોનું જ્ઞાન જ્ઞાનીઓની સહાયતાથી