________________
168
જૈન ધર્મ સાર સંદેશ આચાર્યાદિ ગુરુ સમ્યક દર્શન, જ્ઞાન અને ચારિત્રમાં ઉચ્ચતા પ્રાપ્ત કરી લેવા છતાં પણ હજી ઉચ્ચતમ આધ્યાત્મિક પદની પ્રાપ્તિ માટે યત્નશીલ હોય છે. અરહંત ભગવાનની જેમ એમને પણ ધર્મોપદેશ આપવાનો અધિકાર હોય છે. આ પ્રમાણે સંક્ષેપમાં જૈન ધર્મ અનુસાર ગુરુ તે જ કહેવડાવી શકે છે જે સમ્યગ્દર્શન (આંતરિક અનુભવ પર આધારિત સાચી શ્રદ્ધા), સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રથી યુક્ત હોય અને રાગાદિ વિકારોથી મુક્ત થઈને એકમાત્ર જીવોના કલ્યાણ માટે સાચા મોક્ષમાર્ગનો ઉપદેશ આપતા હોય. આ સંબંધમાં હુકમચંદ ભારિલે કહ્યું છેઃ
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર દ્વારા જે મહાન બની ચૂક્યા છે, તેમને ગુરુ કહે છે.
જે સ્વયં વિકારગ્રસ્ત હોય અને સંસારથી વીતરાગ અથવા ઉદાસીન ન થયા હોય તેઓ બીજાઓને વિકારમુક્ત અને વીતરાગી થવાનો ઉપદેશ કેવી રીતે આપી શકે છે? એટલા માટે ગુરુ સ્વયં રાગ, દ્વેષ, મોહાદિ વિકારોથી મુક્ત થઈને સમત્વ-ભાવ ધારણ કરીને સંસારમાં વિચરે છે અને જીવોને તેમના ઉદ્ધારનો માર્ગ બતાવે છે. એટલા માટે ગુરુને મુક્તિદાતા કહે છે.
જૈન ધર્મમાં દેવ અને ગુરુની સાથે જ શાસ્ત્રને પણ આદરણીય સ્થાન પ્રાપ્ત છે, કારણ કે શાસ્ત્ર દ્વારા જીવોને પરમાર્થ-સંબંધી શિક્ષા પ્રાપ્ત થાય છે તથા મોક્ષમાર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે. વાસ્તવમાં સાચા શાસ્ત્રો અથવા સદ્ગથ તીર્થકર અથવા પરમગુરૂની દિવ્યધ્વનિ પર જ આધારિત માન વામાં આવે છે. એટલા માટે તેઓ હિતકારી છે તથા આદર અને સત્કારને યોગ્ય છે. તેઓ કેવલી(સર્વજ્ઞ) તીર્થકર ની પરંપરા ને બનાવી રાખવામાં સહાયક હોય છે, જેવું કે પંડિત ટોડરમલે પોતાના મોક્ષમાર્ગપ્રકાશકમાં સ્પષ્ટ કર્યું છે:
અનાદિથી તીર્થકર કેવલી (સર્વજ્ઞ) થતા આવ્યા છે. તેમને સર્વનું જ્ઞાન હોય છે; ... ફરીથી, તેઓ તીર્થકર કેવલીઓનો દિવ્ય ધ્વનિ દ્વારા એવો ઉપદેશ હોય છે જેનાથી અન્ય જીવોને પદોનું તથા અર્થોનું જ્ઞાન થાય છે; તેના અનુસાર ગણધરદેવ અંગપ્રકીર્ણરૂપ ગ્રંથ ગૂંથે છે તથા તેમના અનુસાર અન્ય-અન્ય આચાર્યાદિક વિવિધ પ્રકાર ગ્રંથાદિકની