________________
167 લીધો છે. તેમની આ સમ્યફ શિક્ષાને જે ગ્રહણ કરે છે અને તેના પર ચાલે છે તેઓ પણ શીધ્ર સંસાર-સમુદ્રથી પાર થઈ જાય છે અને તે મોક્ષલક્ષ્મીને પામી લે છે જેના માટે સંત પુરુષ નિરંતર ભાવના કર્યા કરે છે અને જેનો ક્યારેય ક્ષય થતો નથી તથા જે કર્મમેલથી રહિત નિર્મળ છે. આચાર્ય કહે છે કે જે સ્વયં તરી ગયા છે તેમના દ્વારા જો બીજાને તારી લેવામાં આવે તો કોઈ મોટા આશ્ચર્યની વાત નથી. જે જહાજ સ્વયં તરે છે તે જ બીજાઓને પણ પોતાની સાથે પાર કરી દે છે. તાત્પર્ય એ છે કે આપણે શ્રી અરહંત ભગવાનની પરમોપકારિણી શિક્ષા પર ચાલીને પોતાનો આત્મોદ્ધાર કરી લેવો જોઈએ.’
આ કથનોથી સ્પષ્ટ છે કે પંચપરમેષ્ટીમાં જે પાંચેયને સામેલ કરવામાં આવ્યા છે તેઓ બધા પૂજનીય અને નમસ્કાર યોગ્ય છે. પરંતુ જીવ-કલ્યાણની દ્રષ્ટિએ આ બધામાં અરહંત ભગવાન અથવા સાચા સંત સદ્ગુરુ જ જીવના સૌથી અધિક હિતકારી છે. એટલા માટે તેમને “પરમગુરુ' કહેવામાં આવ્યા છે. તેઓ પોતાની દિવ્ય ધ્વનિ દ્વારા સાચા મોક્ષ માર્ગનો ઉપદેશ આપીને જીવોને સંસારથી મુક્ત કરે છે.
જીવોનું કલ્યાણ મોક્ષ-પ્રાપ્તિમાં જ છે. એટલા માટે જૈન ધર્મમાં ગુરુને જીવ-કલ્યાણ માટે અત્યંત આવશ્યક માનવામાં આવ્યા છે. આમ તો સાધારણ બોલચાલની ભાષામાં જે પણ કોઈ પ્રકારનું જ્ઞાન આપે છે તેને આપણે ગુરુ કહી દઈએ છીએ. પરંતુ જીવોના પરમહિત અથવા મોક્ષના પ્રસંગમાં અરહંત ભગવાનને જ પરમગુરુ માનવામાં આવે છે.
અરહંત ભગવાન ઉપરાંત જૈન ધર્મમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને પણ ગુરુનું પદ પ્રાપ્ત છે. એટલા માટે તેમનો ઉલ્લેખ પંચપરમેષ્ઠીમાં કરવામાં આવે છે. વાસ્તવમાં તેઓ જ લોકમાં વિશેષરૂપે ગુરુના નામથી પ્રસિદ્ધ છે, કારણ કે અરહંત ભગવાનને પામવા દુર્લભ માનવામાં આવે છે. હુકમચંદ ભારિë વીતરાગ સર્વજ્ઞ અરહંત ભગવાનને “પરમગુરુ' અને શેષ આચાર્ય આદિને “અપરમગુરુ” અથવા “પરંપરા ગુરુ' કહ્યા છે. વીતરાગ સર્વજ્ઞ અરહંત ભગવાનને આધ્યાત્મિક સાધનામાં પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ ચૂકી હોય છે અને તેઓ જીવતાં-જીવ ઉચ્ચતમ અવિનાશી પદ પ્રાપ્ત કરી ચૂક્યા હોય છે. પરંતુ