________________
166
જૈન ધર્મઃ સાર સંદેશ
આત્માનું હિત સાચા સુખની પ્રાપ્તિમાં જ છે અને સાચું સુખ નિરાકુળતા (શાંતિની અવસ્થા)માં જ થાય છે. આકુળતા (અશાંતિ) મુક્તિમાં નથી. અતઃ મુક્તિના માર્ગમાં લાગવું જ પ્રત્યેક સુખાભિલાષીનું કર્તવ્ય છે. મુકિતના માર્ગનો ઉપદેશ જ હિતોપદેશ છે. અરહંત ભગવાનની દિવ્ય-વાણીમાં મુક્તિના માર્ગનો જ ઉપદેશ આવે છે. અતઃ તેઓ જ હિતોપદેશી છે. તેમની વાણી અનુસાર જ સમસ્ત જિનાગમ (જૈન શાસ્ત્ર) લખવામાં આવ્યું છે.
ગણેશપ્રસાદ વર્ણી પણ અરહંત ભગવાનને ‘પરમ ગુરુ’ કહેતાં તેમની સર્વાધિક મહત્તા અને પરોપકારિતા આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ
તેમના (પંચપરમેષ્ઠી)માંથી અરહંત ભગવાન તો પરમ ગુરુ છે જેમની દિવ્ય ધ્વનિથી સંસાર-આતપ (દુઃખ)ના શાંત થવાનો ઉપદેશ જીવોને મળે છે. જે ઉપાયોને શ્રીગુરુએ દર્શાવ્યા છે તેમના સાધનથી અવશ્યમેવ તે પદ (જેને સ્વયં શ્રી ગુરુએ પ્રાપ્ત કર્યુ છે) અનાયાસ પ્રાપ્ત થઈ જશે.
...
આ પ્રમાણે અર્જુન્ત ભગવાન અથવા સાચા ગુરુએ દિવ્ય ધ્વનિ દ્વારા જીવોના ઉદ્ધારનો એવો માર્ગ દર્શાવ્યો છે જેને અપનાવીને જીવ નિશ્ચિતરૂપે સંસાર-સાગરને પાર કરવામાં સફળ થાય છે. આ અરહંત ભગવાન અથવા સાચા સંત સદ્ગુરુનો જીવો પ્રત્યે સૌથી મોટો ઉપકાર છે. અર ંત ભગવાનના આ મહાન ઉપકારને સ્પષ્ટતાથી સમજાવતાં તત્ત્વભાવનામાં કહેવામાં આવ્યું છે ઃ
જે સ્વયં જે કામને સિદ્ધ કરી લે છે તે તે કામમા બીજાને પણ લગાવીને તેનો ઉદ્ધાર કરી શકે છે. અર્હન્ત ભગવાન સભ્યજ્ઞાનની સેવા કરીને સ્વયં કર્મોના બંધનથી છુટીને સ્વાધીન (મુક્ત) થઈ ગયા. તેઓ પોતાની દિવ્યવાણીથી આ જ પ્રકારની શિક્ષા આપે છે કે જે કોઈ સમ્યક્ત્વપૂર્વક જ્ઞાનને પ્રાપ્ત કરીને આત્માનુભવ કરશે તે સંસાર-સમુદ્રથી તે જ રીતે પાર થઈ જશે જેવી રીતે અમે પાર પામી