________________
જૈન ધર્મઃ સાર સંદેશ
જીવનું સાચું કલ્યાણ દીક્ષાગુરુ દ્વારા જ થાય છે, કારણ કે તેમની જ કૃપા અને સહાયતાથી જીવ પોતાનો પરમાર્થ સિદ્ધ કરે છે તથા બીજાઓને પણ પરમાર્થનો ઉપદેશ આપી શકે છે, અથવા ધર્મગ્રંથોની રચના દ્વારા તેમને આત્મશુદ્ધિ અને મોક્ષ-પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. એટલા માટે આચાર્ય કુંથુસાગરજી મહારાજ પોતાના શ્રાવક પ્રતિક્રમણસાર નામક ગ્રંથમાં પોતાના વિદ્યાગુરુથી પહેલાં પોતાના પરમ પૂજ્ય દીક્ષાગુરુ શ્રી શાંતિસાગરજી મહારાજને કૃતજ્ઞતાપૂર્વક યાદ કરે છે અને તેમને ‘સુખ અને શાંતિનો સમુદ્ર' બતાવીને તેમનો મહિમા પ્રગટ કરે છે. તેઓ સ્પષ્ટ કહે છે કે તેમની ‘કૃપાના પ્રસાદથી જ હું આ પવિત્ર ગ્રંથની રચના કરી શક્યો છું':
172
દીક્ષાગુરો મેં સુખ-શાન્તિ સિન્ધોઃ કૃપાપ્રસાદાદ્ શાસ્ત્ર મયેદ રચિતં પવિત્રમ્
16
સુધર્મોપદેશામૃતસારમાં પણ ખૂબ જ સ્પષ્ટતાની સાથે એ બતાવવામાં આવ્યું છે કે સદ્ગુરુ અર્થાત્ સાચા અથવા શ્રેષ્ઠ ગુરુની કૃપાથી જ આંતરિક આંખ ખુલે છે, આંતરિક પ્રકાશ પ્રગટ થાય છે અને અંતમાં આત્મા સાચી શોભા પ્રાપ્ત કરે છેઃ
કૃપાપ્રસાદાભુવિ સદગુરોક્ષ વિજ્ઞાનચક્ષુઃ પ્રકટીભવેદ્ધિ તેનેવ વિજ્ઞાનવિલોચનેન પલાયતેઽજ્ઞાનતમઃ પ્રપંચઃ સૂર્યોદયાદેવ તમો યથા હિ જ્ઞાત્વેતિ કાર્યો ગુરુસંગ એવા નિશ્રીયતે વેતિ તતસ્ત્રિલોકે ન ભાંતિ લોકા ગુરુસ્બોધશૂન્યાઃ॥
અર્થ - આ સંસારમાં શ્રેષ્ઠ ગુરુઓની કૃપાના પ્રસાદથી આ સંસારી જીવોનાં જ્ઞાનરૂપી નેત્ર પ્રગટ થઈ જાય છે તથા જેવી રીતે સૂર્યનો ઉદય થવાથી અંધકાર સર્વ નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે તે જ્ઞાનરૂપી નેત્ર દ્વારા અજ્ઞાનરૂપી સર્વ અંધકારનો સમૂહ નષ્ટ થઈ જાય છે. આ જ સમજીને ગુરુઓનો સમાગમ સદાકાળ કરતા રહેવું જોઈએ; કારણ કે ત્રણેય લોકોમાં એ વાત નિશ્ચિત છે કે ગુરુઓ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાન વિના આ સંસારી જીવ ક્યારેય પણ શોભાયમાન થતા નથી.7