SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 173 ગુરુ સાંસારિક બંધનથી છુટકારો પામીને મોક્ષધામ પ્રાપ્ત કરવાની ઇચ્છા રાખનારો જીવ કેવી રીતે સદ્ગુરુની પાસે જઈને તેમની પાસે વિનયપૂર્વક દીક્ષા (આધ્યાત્મિક જ્ઞાન-દાન)ની યાચના કરે છે અને કેવી રીતે દયાળુ સદ્ગુરુ કૃપા કરીને તેની અભિલાષા પૂરી કરે છે, એનું વર્ણન જૈન પુસ્તક રામકથામાં પણ આ શબ્દોમાં કરવામાં આવ્યું છેઃ જેમનાં ચરણ-તટને ચારણ-સાધુ પ્રશંસક સાધુજન), કરી સવિનય તેમને પ્રણામ. દે ભગવાન જેમની દીક્ષા મુજને, પામું જેનાથી શિવપુર (મોક્ષ) ધામ. ભવના દુઃખદાયક ભોગોથી, હું છું મનમાં અધિક ઉદાસ. તોડી નાંખો હે કરુણા-ધન, કૃપા કરી મારો આ ભવ પાશ. મુનિ બોલે છે ! ભવ્યોત્તમ (શ્રેષ્ઠ), આવ્યો તને દિવ્ય વિચાર. એહિક (સાંસારિક) દિવ્ય સુખોને ત્યજીને, વિરલા કરે આત્મ-ઉદ્ધાર 8 વાસ્તવમાં સાંસારિક બંધનને નષ્ટ કરનારા સાચા જ્ઞાનનો ભેદ (ગુરૂદક્ષા) જીવોને સદ્ગુરુની કૃપાથી જ પ્રસાદરૂપે પ્રાપ્ત થાય છે. પ્રસાદ કૃપા કરીને આપવામાં આવે છે, જબરદસ્તી લઈ શકાતો નથી. સદ્ગુરુ કૃપા કરીને અધિકારી જીવો (ચૂટેલા પાત્રો)ને દીક્ષા (સાચું જ્ઞાન-દાન) આપે છે. આ દીક્ષારૂપી બીજથી જ પારમાર્થિક જ્ઞાનનું વૃક્ષ વિકસિત થાય છે જે મોક્ષનું ફળ આપે છે. સાચા ગુરુથી પ્રાપ્ત કરેલી દીક્ષા ક્યારે પણ નિષ્ફળ થતી નથી. તે અવશ્ય જ પુરુષાર્થી શિષ્યને મોક્ષનું ફળ પ્રદાન કરે છે. એટલા માટે ઉપરના પદમાં મોક્ષધામનો ઇચ્છુક જીવ સદ્ગુરુ પાસે વિનયપૂર્વક દીક્ષાનું દાન માગે છે. મોટાભાગે ચાર પ્રકારના દાનની ચર્ચા કરવામાં આવે છે. પરંતુ આ ચારેયમાં સદ્ગુરુ દ્વારા આપવામાં આવેલું જ્ઞાન-દાન જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. બ્રહ્મચારી મૂળશંકર દેસાઈ આ ચારેય દાનોનો ઉલ્લેખ કરતાં જ્ઞાન-દાનની ઉત્તમતા અથવા શ્રેષ્ઠતાનું કારણ આ શબ્દોમાં વ્યક્ત કરે છેઃ એવા પાત્ર જીવોને ચાર પ્રકારનું દાન આપવું જોઈએ: (1) આહાર દાન, (2) ઔષધ દાન, (3) અભય દાન, (4) શાસ્ત્ર દાન (શાસ્ત્ર-પ્રતિષ્ઠિત જ્ઞાન-દાન). આ ચારેય પ્રકારના દાનોમાં ઉત્તમદાન જ્ઞાન-દાન જ છે, કારણ કે આહાર દાન આપવાથી પાત્ર
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy