________________
જીવ, બંધન અને મોક્ષ
હુકમચંદ ભારિë પણ એવો જ ભાવ પ્રગટ કર્યો છે. તેઓ કહે છે:
મુક્તિના માર્ગમાં સમદર્શનનું સ્થાન સર્વાધિક મહત્વપૂર્ણ છે. આ મુક્તિ-મહેલની પ્રથમ સીડી છે, એના વિના જ્ઞાન ને ચારિત્રનું સમ્યક હોવું સંભવ નથી. . સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે, જે એનાથી ભ્રષ્ટ છે તે ભ્રષ્ટ જ છે, તેને મુક્તિની પ્રાપ્તિ સંભવ નથી.26
આ પ્રમાણે મોક્ષમાર્ગ પર કદમ રાખવામાં અને નિરંતર આગળ વધીને મોક્ષની પ્રાપ્તિ કરવામાં સમ્યક્ટર્શન અત્યંત જ સહાયક સિદ્ધ થાય છે.
2. સમ્યજ્ઞાન
જ્ઞાનની શરૂઆત દર્શનથી જ થાય છે. સમ્યક્રદર્શનથી યુક્ત જ્ઞાનને જ સમ્યજ્ઞાન કહે છે. સમ્યક્દર્શનની વિભિન્ન પરિભાષાઓનો થોડો ઘણો પ્રભાવ સમ્યજ્ઞાનની પરિભાષા પર પણ જોવા મળે છે. પરંતુ સમ્યજ્ઞાનના સંબંધમાં જૈનાચાર્યોની વચ્ચે મુખ્યરૂપે માત્ર બે જ પ્રકારની વિચારધારા જોવા મળે છે.
પ્રથમ વિચારધારા અનુસાર જ્ઞાન વાસ્તવમાં દર્શનનું જ વિકસિત રૂપ છે. દર્શન, અર્થાત્ શ્રદ્ધા-વિશ્વાસ માટે કોઈપણ વ્યક્તિ, વસ્તુ કે તત્ત્વની કેવળ સામાન્ય જાણકારી જ પર્યાપ્ત હોય છે. પરંતુ જ્ઞાન માટે કોઈ વ્યકિત, વસ્તુ કે તત્ત્વના વિશેષ ગુણોની વ્યાપક અને ઊંડી જાણકારીની આવશ્યકતા હોય છે. આ પ્રમાણે દર્શન પ્રારંભિક અવસ્થાનો અનુભવ છે અને જ્ઞાન તેનું જ પરિપક્વ સ્વરૂપ છે.
આ વિચારધારાને પ્રસ્તુત કરતાં આચાર્ય નેમિચંદ્ર પોતાના કાવ્યસંગ્રહમાં કહે છેઃ
ઊંડાણમાં ઉતર્યા વિના વસ્તુઓના સામાન્ય ગુણો વિશે જે જ્ઞાન થાય છે, તે “દર્શન છે અને વસ્તુઓના વિભિન્ન પાસાઓ વિશે સૂક્ષ્મજ્ઞાન થાય છે, તે “જ્ઞાન” છે.27