________________
92
જૈન ધર્મ સાર સંદેશ કારણે સાધનાની ઊંચી ઉડાન ભરી શકતા નથી. આ જ કારણે મોક્ષની પ્રાપ્તિ કરવામાં તેઓ વિફળ રહે છે. પરંતુ દઢ શ્રદ્ધા અને વિશ્વાસવાળો સાધક જીવનના લક્ષ્યની પ્રાપ્તિમાં સહાયક શ્રદ્ધા-વિશ્વાસરૂપી દીપકને કઠણાઈઓની આંધીમાં સંભાળીને રાખે છે અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ કરી લે છે.
સમ્યક્રર્શનથી યુક્ત વ્યક્તિને “સમ્યદૃષ્ટિ' કહેવામાં આવે છે. સાંસારિક લોકો બાહ્ય સાંસારિક વસ્તુઓ તરફ દોડતા રહે છે, જ્યારે સમ્યદૃષ્ટિ આંતરિક જ્ઞાન અને આનંદને પોતાનો લક્ષ્ય બનાવે છે. તે બહારથી ભોગી દેખાતો હોવા છતાં પણ અંતરથી અંતઃકરણથી રાગરહિત યોગી બનેલો રહે છે. તેના સંબંધમાં ગણેશપ્રસાદ વર્મી કહે છેઃ
સમ્યદૃષ્ટિને આત્મા અને અનાત્માનો ભેદ-વિજ્ઞાન પ્રગટ થઈ જાય છે. તે સકળ બાહ્ય પદાર્થોને હેય (ત્યાગવા યોગ્ય) જાણવા લાગે છે. પરંતુ (આત્માથી ભિન્ન) પદાર્થોથી તેની મૂછ (મોહ કે આસક્તિ) બિલકુલ હટી જાય છે. ... સમ્યદૃષ્ટિમાં વિવેક છે, તે ભોગોથી ઉદાસ રહે છે – તેમનામાં સુખ માનતો નથી.
મોક્ષમાર્ગમાં સમ્મદર્શનનું સ્થાન અત્યંત જ મહત્ત્વપૂર્ણ છે. જૈનધર્મામૃતમાં તેની પ્રાથમિકતા દર્શાવતાં કહેવામાં આવ્યું છેઃ
જ્ઞાન અને ચરિત્રની અપેક્ષાએ સમ્યક્રદર્શનની પ્રધાનરૂપે ઉપાસના કરવામા આવે છે, કારણ કે જિનદેવે તે સમ્યદર્શનને મોક્ષમાર્ગના વિષયમાં “કર્ણધાર' અર્થાત્ પતવાર કે ખેવટિયા કહ્યા છે.
સમ્યકત્વના અભાવમાં જ્ઞાન અને ચારિત્રની ઉત્પત્તિ, સ્થિતિ, વૃદ્ધિ અને ફળ-પ્રાપ્તિ થઈ શકતી નથી, જેમ કે બીજના અભાવમાં વૃક્ષની ઉત્પત્તિ વગેરે અસંભવ છે. ભાવાર્થઃ સમ્યદર્શન રત્નત્રયરૂપ ધર્મનું મૂળ છે. એનો મહિમા અનિર્વચનીય (અકથ્ય) છે. એને પ્રાપ્ત કરી લીધા પછી જીવ ઉત્તરોત્તર આત્મ-વિકાસ કરતાં કરતાં બધા સાંસારિક અભ્યદય (ઉન્નતિ) સુખોને પામીને અંતમાં પરમ નિઃશ્રેયસરૂપ (ઉદ્ધાર) મોક્ષ-સુખને પ્રાપ્ત કરે છે.25