________________
94
જૈન ધર્મ સાર સંદેશ આ જ પ્રમાણેનો વિચાર પ્રગટ કરતાં આચાર્ય હેમચંદ્ર પણ પોતાની પ્રમાણ-મીમાંસામાં કહે છે?
દર્શન જ જ્ઞાનમાં બદલાઈ જાય છે. ...“જ્ઞાન” શબ્દનો અર્થ એ છે કે એમાં વસ્તુના વિશિષ્ટ ગુણો વિશે જાણકારી મળે છે. તેઓ દર્શનની પરિભાષા કરે છેઃ વસ્તુની એવી જાણકારી જેમાં તેના વિશિષ્ટ ગુણોનું નિર્ધારણ (ઉલ્લેખ) હોતું નથી.28
બીજી વિચારધારા અનુસાર આત્માના અંતર્મુખી જ્ઞાનને, જે શ્રદ્ધાવિશ્વાસનો આધાર બને છે, “દર્શન' કહે છે અને આત્માથી ભિન્ન સાંસારિક વસ્તુઓના બર્ણિમુખી જ્ઞાનને “જ્ઞાન” કહેવાય છે.
આચાર્ય વીરસેને ખંડાગમ પર પોતાની ધવલા નામની ટીકામાં આ બીજી વિચારધારાને પ્રસ્તુત કરી છે. તેમણે “બાહ્ય પદાર્થોના જાતિગત અને વિશિષ્ટ ગુણોના બોધને જ્ઞાન કહ્યું છે. જ્યારે આત્મન્ પોતાની ભીતર જુએ છે, ત્યારે તે સ્વયંને જાણે છે અને એને તેમણે દર્શન કર્યું છે. અતઃ દર્શનને અંતર્મુખ માન્યું છે અને જ્ઞાનને બહિર્મુખ.29
નથમલ ટાટિયા પણ આ જ વિચારનું સમર્થન કરતાં કહે છેઃ એક જ ચેતના ઉદ્દેશ્ય-ભેદ અનુસાર દર્શન પણ છે અને જ્ઞાન પણ. જ્યારે એ સ્વયંને સમજવા માટે પ્રયત્નશીલ રહે છે તો એને દર્શન કહે છે અને બાહ્ય જગતને સમજવામાં પ્રયત્નશીલ રહે છે તો એને જ્ઞાન કહે છે.30
આ બન્ને વિચારધારાઓમાં જેટલું અંતર ઉપરથી દેખાય છે, તેટલું અંતર વાસ્તવમાં નથી. તેમનું અંતર મુખ્યતઃ વિભિન્ન દૃષ્ટિકોણોને અપનાવવાના કારણે જ દેખાય છે.
આપણે જાણીએ છીએ કે શ્રદ્ધા-વિશ્વાસ માટે કેવળ આવશ્યક પ્રારંભિક જાણકારીની જ આવશ્યકતા હોય છે અને સમ્યજ્ઞાન માટે આ જ પ્રારંભિક જ્ઞાનને પૂર્ણ રૂપથી વિકસિત કરવામાં આવે છે. પરંતુ સાથે જ આપણે એ પણ જાણીએ છીએ કે સાધકનો મુખ્ય ઉદ્દેશ્ય આત્મજ્ઞાન કે આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાનો જ છે. અન્ય તત્ત્વોની જાણકારી કેવળ આત્માથી તેમની ભિન્નતા બતાવવા માટે જ કરવામાં આવે છે.