________________
95
જીવ, બંધન અને મોક્ષ
આત્મા જ સાર તત્ત્વ છે. એટલા માટે આત્માના જ્ઞાનની આવશ્યકતા આત્મામાં લીન થવા માટે છે. પરંતુ આત્માથી ભિન્ન અન્ય સાંસારિક વિષય અસાર છે. એટલા માટે તેમના જ્ઞાનની આવશ્યકતા તેમના પ્રતિ મોહ અને આસક્તિને ત્યાગવા માટે છે. અતઃ આત્મ તત્ત્વનું જ્ઞાન જ મુખ્ય છે, જ્યારે કે અન્ય તત્ત્વોનું જ્ઞાન ગૌણ છે.
આ વાતોને ધ્યાનમાં રાખીને ઉપર્યુક્ત અને વિચારધારાઓમાં સમન્વય કે તાલમેલ કરીને આપણે સમ્યકજ્ઞાનના વાસ્તવિક સ્વરૂપને સમજવું જોઈએ. આ જ સમન્વયાત્મક વિચારને હુકમચંદ ભારિલે આ પ્રમાણે પ્રગટ કર્યો છે?
સમ્યજ્ઞાનની જેટલી પણ પરિભાષાઓ આપી છે તે બધામાં કોઈ અંતર નથી. તેઓ માત્ર ભિન્ન-ભિન્ન પ્રકરણોમાં વિભિન્ન દૃષ્ટિકોણોથી લખવામાં આવી છે. બધાથી એ તથ્ય ફલિત થાય છે કે મોક્ષમાર્ગમાં પ્રયોજન ભૂત જીવાદિ (જીવ અજીવ વગેરે) પદાર્થોના વિશેષકરીને આત્મહત્ત્વનું સંશય, વિપર્યય અને અનધ્યવસાય-રહિત (અનિશ્ચિતતા-રહિત) જ્ઞાન જ સમ્યજ્ઞાન છે. લોકિક પદાર્થોના જ્ઞાન સાથે એનું કોઈ પ્રયોજન નથી.
સમ્યજ્ઞાન એક પ્રકારે સાચું તત્ત્વજ્ઞાન કે આત્મજ્ઞાન જ છે. સમ્યજ્ઞાનમાં પર દ્રવ્યો જાણવું એટલું મહત્વપૂર્ણ નથી, એટલે કે નિજ આત્મ તત્ત્વનું.”
સંક્ષેપમાં એ કહી શકાય છે કે સાચી શ્રદ્ધા અને દૃઢ વિશ્વાસના આધારે અજીવ વગેરે દ્રવ્યોથી ભિન્ન આત્માના સાચા સ્વરૂપને જાણવું જ સમ્યકજ્ઞાન છે.
સમ્યદર્શન, અર્થાત્ સાચી શ્રદ્ધા અને સાચા વિશ્વાસથી જ સાચું જ્ઞાન કે સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. વાસ્તવમાં દર્શન અને જ્ઞાન બંને સંગી છે – બને એક સાથે જ ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે સૂર્યમાંથી કે અગ્નિમાંથી પ્રકાશ અને તાપની ઉત્પત્તિ એક સાથે થાય છે, તે જ પ્રમાણે સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન પણ એક સાથે જ ઉત્પન્ન થાય છે.