________________
96
જૈન ધર્મઃ સાર સંદેશ
જ્ઞાનના ભેદ
જૈન ધર્મમાં જ્ઞાન પાંચ પ્રકારનાં બતાવવામાં આવ્યાં છે : 1. મતિ ૨. શ્રુત 3. અવિધ 4. મનઃપર્યય અને 5. કેવલ.
1. મતિ જ્ઞાન મન અને ઇંદ્રિયોના માધ્યમથી પ્રાપ્ત જ્ઞાનને મતિ જ્ઞાન કહે છે. જો કે આ પ્રકારના જ્ઞાનને સાધારણ રીતે પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે, પરંતુ જૈન ધર્મ અનુસાર જે જ્ઞાનને આત્મા કોઈ માધ્યમ વિના કે સ્વતઃ (આપમેળે) જાણે છે, માત્ર તેને જ સાચા અર્થમાં પ્રત્યક્ષ કહી શકાય છે. એટલા માટે મન અને ઇંદ્રિયોના માધ્યમથી પ્રાપ્ત જ્ઞાનને પરોક્ષ જ્ઞાન જ સમજવું જોઈએ. આ માત્ર એક વ્યવહારિક અથવા લૌકિક જ્ઞાન છે. વાસ્તવમાં મન અને ઇંદ્રિયો સાચા જ્ઞાનનાં સાધન નથી, બલકે બાધક છે. ઇંદ્રિયો અને મનની બાધાઓને ધીરે-ધીરે દૂર કરીને જ સાધક સાચા પ્રત્યક્ષ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
2. શ્રુત જ્ઞાન-ધર્મ-ગ્રંથો તથા જ્ઞાની તથા અનુભવી વ્યક્તિઓના શાબ્દિક ઉપદેશોથી પ્રાપ્ત જ્ઞાનને શ્રુત જ્ઞાન કહે છે. લખાયેલા કે બોલાયેલા ઉપદેશોને સમજવા માટે શબ્દોને વાંચવાની (જોવાની) અને સાંભળવાની આવશ્યકતા હોય છે. જોવું અને સાંભળવું એ મતિ જ્ઞાનની અંદર આવે છે. એટલા માટે શ્રુત જ્ઞાન મતિ જ્ઞાનપૂર્વક હોય છે. શ્રુત જ્ઞાનને મતિ જ્ઞાનથી અધિક મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે મતિજ્ઞાનથી ફક્ત વર્તમાન-સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્યારે શ્રુત જ્ઞાન ભૂત, વર્તમાન અને ભવિષ્યથી સંબંધિત વિષયોનું જ્ઞાન પ્રદાન કરે છે. ધર્મ-ગ્રંથોથી સાર્વકાલિક સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્ઞાની અને અનુભવી વ્યક્તિઓ દ્વારા પ્રાપ્ત આ જ્ઞાન પવિત્ર, પ્રામાણિક, સંશય-રહિત અને નિર્વિવાદ હોય છે.
તેમ છતાં મતિ જ્ઞાનની જેમ શ્રુત જ્ઞાનને પણ પરોક્ષ જ્ઞાન જ માનવામાં આવે છે. શેષ ત્રણેય જ્ઞાનો- અવધિ, મનઃ પર્યય અને કેવલ જ્ઞાનને વસ્તુતઃ (ખરેખર) પ્રત્યક્ષ જ્ઞાન કહે છે, કારણ કે આત્મા આ ત્રણેય પ્રકારના જ્ઞાનને સીધે સીધું કોઈપણ માધ્યમ વિના પ્રાપ્ત કરે છે.
3. અવિધ જ્ઞાન-જીવ જ્યારે પોતાના કર્મોને અંશતઃ નષ્ટ કે ઉપશમિત (શાંત) કરી લે છે, ત્યારે તેને એક અતીન્દ્રિય દષ્ટિ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા તે ઇંદ્રિય અને મનની સહાયતા વિના જ અત્યંત ક્રૂર, સૂક્ષ્મ અને સાધારણતયા