________________
275
અંતર્મુખી સાધના
જેને મોહ અને રાગદ્વેષ નથી તથા મન વચન કાયરૂપ યોગો (ક્રિયાઓ)ના પ્રત્યે ઉપેક્ષા છે, તેને શુભાશુભને બાળનારી ધ્યાનમય અગ્નિ પ્રગટ થાય છે.24
એ જ પ્રમાણે અનુગારધામૃતમાં કહેવામાં આવ્યું છેઃ ઈષ્ટાનિઝ બુદ્ધિ (વસ્તુના ઈચ્છિત અને અનિચ્છિત હોવાનો ભાવ)ના મૂળ મોહનો છેદ (નાશ) થઈ જવાથી ચિત્ત સ્થિર થઈ જાય છે. તે ચિત્તની સ્થિરતાને ધ્યાન કહે છે.5
ધ્યાન-સંબંધી આ કથનોથી સ્પષ્ટ છે કે ચિત્તની એકાગ્રતા અને સ્થિરતાને જ ધ્યાન કહેવામાં આવે છે. આ એકાગ્રતાનો ક્રમિક વિકાસ થાય છે. પ્રારંભમાં ચિત્ત થોડી જ ક્ષણો માટે એકાગ્ર થાય છે. ધીરે-ધીરે દઢતા પૂર્વક પ્રયત્ન ચાલુ રાખવાથી એકાગ્રતામાં કંઈક અધિક નિખાર અને સ્થિરતા થવા લાગે છે અને અંતમાં એકાગ્રતા એટલી ગહન અને સ્થિર થઈ જાય છે કે એ તલ્લીનતામાં બદલાય જાય છે. ત્યારે ધ્યાતા (ધ્યાન કરનાર) ધ્યેય (ધ્યાન કરવામાં આવતા પદાર્થ)માં લીન થઈ જાય છે, અર્થાત્ ધ્યાતા ધ્યેય સાથે એકાકાર થઈ જાય છે. આ રીતે મુખ્ય રીતે એકાગ્રતાની આ ત્રણ અવસ્થા હોય છે જેને પતંજલિએ પોતાના યોગશાસ્ત્રમાં ક્રમશઃ ધારણા, ધ્યાન અને સમાધિ કહી છે. પરંતુ જૈન ધર્મમાં “ધ્યાન’ શબ્દને વ્યાપક અર્થમાં ગ્રહણ કરવામાં આવે છે જેમાં એકાગ્રતાની પ્રારંભિક અવસ્થાથી લઈને પૂર્ણ તલ્લીનતા સુધીની બધી અવસ્થાઓ સામેલ છે. આ જ કારણ છે કે જૈન ધર્મમાં યોગ” અર્થાત્ ચિત્તવૃત્તિનિરોધ અને સમાધિ અર્થાત્ ધ્યાતા અને ધ્યેયની એકરૂપતા - બન્ને જ શબ્દ “ધ્યાન' શબ્દના પર્યાયવાચક (સમાનાર્થક) માનવામાં આવ્યા છે, જેવું કે આદિપુરાણમાં ધ્યાનના પર્યાયવાચી શબ્દોનો ઉલ્લેખ કરતાં કહેવામાં આવ્યું છે:
યોગ, ધ્યાન, સમાધિ, ધીરોધ અર્થાત્ બુદ્ધિની ચંચળતા રોકવી, સ્વાન્ત નિગ્રહ અર્થાત્ મનને વશમાં કરવું, અને અંતઃસલીનતા અર્થાત્ આત્માના સ્વરૂપમાં લીન થવું આદિ બધા ધ્યાનના જ પર્યાયવાચક શબ્દો છે.26