________________
274
જૈન ધર્મ સાર સંદેશ ધ્યાનની ઊંડી અવસ્થામાં ધ્યાતા (ધ્યાન કરનારા) શરીરમાં રહીને પણ શરીર અને સંસારથી અસંગ, અતીત કે અનાસક્ત થઈ જાય છે. એને સમજાવતાં કન્ડેયાલાલ લોઢા કહે છેઃ
શરીરમાં રહીને શરીરથી અસંગ થવું, શરીરથી અનાસક્ત થવું, અર્થાત્ કાયોત્સર્ગ કરવો (શરીરમાંથી હું-મારું'ની ભાવનાને કાઢવી) મુક્તિની સાધના છે. ... માનવ માત્રમાં શરીર અને સંસારથી અસંગ, અતીત થવાથી ક્ષમતા છે – આ જ માનવ ભવ (જન્મ)ની વિશેષતા છે. સર્વસંગ રહિત થવાનો પ્રયાસ જ ધ્યાન-સાધના છે.
જ્યારે ધ્યાનમાં પૂર્ણ આત્મલીનતાની અવસ્થા પ્રાપ્ત થઈ જાય છે અને આત્મા શરીરાદિ પ્રત્યે હું-મારુંની ભાવનાને ત્યાગીને શરીરાદિથી અનાસક્ત થઈ જાય છે ત્યારે એને પોતાની અંદર જ પરમાત્માના દર્શન પ્રાપ્ત થઈ જાય છે. એને સ્પષ્ટ કરતાં સાગરમલ જૈન કહે છેઃ
ધ્યાનમાં આત્મા, આત્મા દ્વારા આત્માને જાણે છે. .. ધ્યાન જ તે વિધિ છે, જેના દ્વારા આપણે સીધા પોતાના જ સન્મુખ થઈએ છીએ, એને જ આત્મ-સાક્ષાત્કાર કહે છે. ધ્યાન જીવમાં “જિન”ના, આત્માને પરમત્માનાં દર્શન કરાવે છે.22
જ્યારે એકાગ્રતા ભંગ થાય છે તો ધ્યાન તૂટી જાય છે. એટલા માટે ધ્યાન માટે ચિત્તને વિક્ષેપ રહિત કે બાધારહિત રાખવું આવશ્યક હોય છે. આ જ દ્રષ્ટિથી જ્ઞાનાર્ણવામાં ધ્યાનને આ રૂપમાં સમજાવવામાં આવ્યું છેઃ
યોગીશ્વર ચિત્તના આકુળતારહિત (વિક્ષેપ કે બાધાથી રહિત) થવાને અર્થાત્ ક્ષોભરહિત થવાને જ ધ્યાન કહે છે.૩
સાંસારિક વિષયો પ્રત્યે રાગ, દ્વેષ અને મોહ જ ચિત્તમાં આકુળતા, ક્ષોભ અથવા બાધા ઉત્પન્ન કરે છે. એટલા માટે ધ્યાનની સિદ્ધિ માટે એનાથી ઉપર ઊઠવું આવશ્યક છે. આ જ કારણ છે કે પંચાસ્તિકાયમાં કહેવામાં આવ્યું છેઃ