________________
અંતર્મુખી સાધના
273 કે “જે ચિત્તનું પરિણામ સ્થિર થાય છે તેને ધ્યાન કહે છે અને જે ચંચળ રહે છે તે અનુપ્રેક્ષા, ચિંતા, ભાવના અથવા ચિત્ત કહે છે.”18
આજ વાતને જ્ઞાનાર્ણવમાં આ પ્રમાણે કહેવામાં આવી છેઃ એકાગ્ર ચિંતાને રોધવા (રોકવા)ને પંડિત જન ધ્યાન કહે છે. જે એક ચિંતા (ચિત્તવૃત્તિ)નો નિરોધ છે – એક શેય(પરમાત્મા)માં સ્થિર થયેલું છે તે તો ધ્યાન છે અને એનાથી ભિન્ન છે તે ભાવના છે. તેને અનુપ્રેક્ષા અથવા અર્થચિંતા પણ કહે છે.19
આ પ્રમાણે ચિત્તને એકાગ્રભાવે ઈષ્ટ પદાર્થમાં સ્થિર રાખવું જ ધ્યાનનું સામાન્ય લક્ષણ છે. અહીં મુખ્ય વાત છે ચિત્તને એકાગ્ર કરીને ટકાવવું. “અગ્ર”નો અર્થ છે મુખ. જેનું એક અગ્ર હોય છે તે એકાગ્ર કહેવાય છે, જે અનેક બાજુએ દોડતો રહે છે તે ચંચળ કહેવાય છે. ચિત્તને ખૂબ જ યત્નથી અન્ય વિષયોમાંથી હટાવીને એક ઈષ્ટ વિષયમાં ટકાવી રાખવું જ ચિત્તને એકાગ્રભાવથી ટકાવવું છે અને એ જ ધ્યાનનું સ્વરૂપ છે.
પોતાના અંતરમાં ચિત્તને એકાગ્ર ભાવથી પૂરી રીતે ટકાવવા માટે તન, મન અને વચન-ત્રણેય ને બિલકુલ નિશ્ચલ અથવા સ્થિર રાખવા આવશ્યક છે. આ ત્રણેયની ક્રિયાઓને રોક્વા અથવા બંધ કરવાને જૈન ધર્મમાં ત્રિયોગનો નિરોધ કરવો કહે છે. આ ત્રિયોગ-નિરોધથી જ આત્મલીનતાની અવસ્થા પ્રાપ્ત થાય છે. એને કવ્યસંગ્રહમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યું છેઃ
મા ચિઠહ મા જંપહ, મા ચિન્તાહ કિ વિ જેણ હોઈ થિરો.
અપ્પા અપ્પમ્મિ ઓ, ઇણમેવ પર હવેઝાણા અર્થ - હે ધ્યાતા! તું ન તો શરીર વડે કોઈ ચેષ્ટા કર, ન વાણી દ્વારા કંઈ બોલ અને ન મનથી કંઈ ચિંતન કર, આ પ્રમાણે ત્રિયોગનો વિરોધ કરવાથી તું સ્થિર થઈ જઈશ - તારો આત્મા આત્મરત (આત્મલીન) થઈ જશે. આ જ પરમ ધ્યાન છે.20
તન, મન અને વચનને પૂર્ણ સ્થિર કરવાથી જ આત્માની પોતાની અંદર સાંભળવા અને જોવાની શક્તિ એકાગ્ર થાય છે અને આ પૂર્ણ એકાગ્રતાની એક ક્ષણમાં જે ઊંડો અનુભવ પ્રાપ્ત થાય છે તેને કલ્પભર (અનેક મહાયુગો સુધી) ની પણ ચંચળ વૃત્તિવાળી સાધના દ્વારા પ્રાપ્ત કરી શકાતી નથી.