________________
272
જૈન ધર્મ સાર સંદેશ આ વાતની પુષ્ટિ કરતાં તત્વભાવનામાં પણ કહેવામાં આવ્યું છે. આત્મધ્યાન જ પરમોપકારી જહાજ છે. એના પર ચઢીને ભવ્ય જીવો સંસાર પાર થઈ જાય છે. એટલા માટે જ્ઞાનીએ આત્મધ્યાનનો જ અભ્યાસ કરવો જોઈએ. વાસ્તવમાં આત્મધ્યાનથી જ આત્માની શુદ્ધિ થાય છે, આત્મધ્યાનથી જ આનંદની પ્રાપ્તિ થાય છે, આત્મધ્યાનથી જ કર્મોની નિર્જરા (પાપને ક્ષીણ કરવું તે) થાય છે, આત્મધ્યાનથી જ કર્મોનો સંવર થાય છે, આત્મધ્યાનથી જ મોક્ષ થાય છે. એટલા માટે હિતેચ્છુએ નિરંતર આત્મધ્યાનનો અભ્યાસ પરમ નિશ્ચિત થઈને કરવો યોગ્ય છે.15
શાણસાર (જ્ઞાનસાર) માં પણ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે કે ધ્યાનનો અભ્યાસ કર્યા વિના આત્માનો અનુભવ પ્રાપ્ત કરવો સંભવ નથીઃ
જેવી રીતે પાષાણ (પથ્થર)માંથી સુવર્ણ (સોનું), કાષ્ઠ (લાકડું) માંથી અગ્નિ વિના પ્રયોગ (યુક્તિ)થી દેખાતા નથી, તેમ ધ્યાન વિના આત્માનાં દર્શન થતાં નથી. ધ્યાનથી જ આત્માનો શુદ્ધ પ્રતિભાસ (અનુભવ) થાય છે.16
ધ્યાનનું સ્વરૂપ ધ્યાનની અનિવાર્યતાને સમજતાં ધ્યાન સંબંધી અનેક પ્રશ્નોનો સંક્ષિપ્ત પરંતુ સાચો ઉત્તર સ્પષ્ટરૂપે જાણી લેવો આવશ્યક છે. ધ્યાનના સંબંધમાં સ્વાભાવિક રીતે આવા પ્રશ્નો ઉઠે છેઃ જૈન ધર્મ અનુસાર ધ્યાન કોને કહે છે ધ્યાન કેટલા પ્રકારનું હોય છે? તેની યથાર્થ જાણકારી કેવી રીતે પ્રાપ્ત કરવામાં આવે છે? ધ્યાન કોણ કરી શકે છે? ક્યા ધ્યાનનું શું ફળ છે? ઇત્યાદિ. અહીં આ પ્રશ્નો પર સંક્ષેપમાં વિચાર કરવામાં આવશે.
સૌથી પહેલાં એ સમજી લેવું આવશ્યક છે કે જેન ધર્મમાં ધ્યાન કોને કહે છે. જૈન ધર્મના આદિપુરાણ અનુસાર “તન્મય થઈને કોઈ એક જ વસ્તુમાં જો ચિત્તનો વિરોધ કરી લેવામાં આવે છે તેને ધ્યાન કહે છે”17 અથવા એમ કહીએ