________________
276
જૈન ધર્મ સાર સંદેશ ધ્યાનમાં ઊંડાણ આવવાથી ધ્યેય પદાર્થનું યથાર્થ સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. આ પ્રમાણે આત્મધ્યાન દ્વારા આત્માના સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત થઈ જાય છે, જેનાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આત્મધ્યાન જ જૈન ધર્મમાં મુક્તિનું કારણ માનવામાં આવે છે, જેવું કે આદિપુરાણમાં કહેવામાં આવ્યું છેઃ
જે કોઈ એક જ વસ્તુ (આત્મા)માં પરિણામોની સ્થિર અને પ્રશંસનીય એકાગ્રતા હોય છે તેને જ ધ્યાન કહે છે, એવું ધ્યાન જ મુક્તિનું કારણ બને છે.27
ધ્યાન અંતર્મુખી સાધન છે. તેથી એના માટે મનને અંતર્મુખ બનાવવું આવશ્યક છે. જ્યાં સુધી ઈદ્રિયો બાહ્ય વિષયોમાં લાગેલી રહે છે ત્યાં સુધી ન મન અંતર્મુખ થઈ શકે છે અને ન તો એકાગ્રતા આવી શકે છે. એટલા માટે માળા ફેરવવાને અથવા અન્ય બહિર્મુખી ક્રિયાઓમાં લાગવાને ધ્યાન કરવું કહી શકાય નહીં. રાજવાર્તિકમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
માળા જપવી આદિ ધ્યાન નથી, કારણ કે એમાં એકાગ્રતા નથી. ગણતરી કરવામાં વ્યગ્રતા સ્પષ્ટ જ છે.28
ધ્યાનના ભેદ (પ્રકાર) ધ્યાન' શબ્દને વ્યાપક અર્થમાં ગ્રહણ કરવાના કારણે જૈન ધર્મમાં એના અનેક ભેદ કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં અપ્રશસ્ત (અશુભ) ધ્યાનને પ્રશસ્ત (શુભ) ધ્યાનથી અલગ કરી અપ્રશસ્ત ધ્યાનને ત્યાગવા અને પ્રશસ્ત ધ્યાનને અપનાવવા માટે કહેવામાં આવ્યું છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત આ બન્નેના બે-બે ભેદ કહેવામાં આવ્યા છે. અપ્રશસ્ત ધ્યાનના આર્ત અને રોદ્ર નામના બે ભેદ છે અને પ્રશસ્ત ધ્યાનના ધર્મ અને શુક્લ નામના બે ભેદ છે. પછી આ ચારેયમાંથી પ્રત્યેકના ચાર-ચાર ભેદ બતાવવામાં આવ્યા છે. આ બધા પર આપણે અહીં સંક્ષેપમાં વિચાર કરીશું.
અજ્ઞાની જીવ રાગ, દ્વેષ અને મોહને વશ થઈને અશુભ કે ખોટા ચિંતનમાં લાગેલા રહે છે. આ પ્રકારના ચિંતનથી તેમની વિષયોની તૃષ્ણા વધે છે. તેમનું