________________
જીવ, બંધન અને મોક્ષ
સંવરના આ ઉપાયોનો ઉલ્લેખ તત્વાર્થાધિગમસૂત્રમાં આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
સ ગુપ્તિ સમિતિ ધર્માનુપ્રેક્ષા પરીષહજય ચારિત્રેડા અર્થ - તે (સંવર) ગુપ્તિ, સમિતિ, ધર્મ, અનુપ્રેક્ષા, પરીષહ અને ચારિત્રથી થાય છે.
યદ્યપિ સંવરથી નવાં કર્મોનું આગમન અટકી જાય છે, નવા કર્મો જીવમાં પ્રવેશી શકતા નથી, છતાં પણ જુનાં કર્મો જીવમાં સંચિત જ રહે છે. જ્યાં સુધી એમનાથી જીવનો પૂરી રીતે છુટકારો થઈ જતો નથી, ત્યાં સુધી તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકતી નથી. આ સંચિત કર્મોના વિનાશ માટે જ સાધકોએ કઠિન સાધના કરવાની આવશ્યકતા છે. જીવનાં કર્મોના નષ્ટ થઈ જવાને અથવા ખરી પડવાને જ નિર્જરા કહે છે. ભાવ સંવર અને દ્રવ્ય સંવરની જેમ નિર્જરાના પણ બે ભેદ છે – ભાવ નિર્જરા અને દ્રવ્ય નિર્જરા. જીવના જે શુદ્ધ ભાવોના હોવાને કારણે કર્મ ખરે કે નષ્ટ થાય છે તે ભાવોનું હોવું તે જ ભાવ નિર્જરા છે અને કર્મોનું વાસ્તવમાં ખરી જવું કે નષ્ટ થઈ જવું દ્રવ્ય નિર્જરા છે.
નિર્જરા બે પ્રકારની હોય છે – સવિપાક (વિપાકજા) નિર્જરા અને અવિપાક (અવિપાકજા) નિર્જરા. જ્યારે જીવનાં કર્મોની યથા સમયે ચૂકવણી થઈ જાય છે, ત્યારે પોતાનું ફળ આપી ચૂકેલાં કર્મો આપમેળે ખરી પડે છે. એને સવિપાક કે વિપાકજા નિર્જરા કહે છે. પરંતુ જ્યારે જીવ પોતાની ધ્યાન વગેરે સાધના દ્વારા પોતાનાં કર્મોને તેમનાં ફળ આપવા પૂર્વે જ બાળી દે અથવા નષ્ટ કરી દે છે, ત્યારે તેને અવિપાક કે અવિતાકજા નિર્જરા કહે છે. એ તે જ રીતે થાય છે, જેમ કેરી વગેરે ફળ યથા સમયે પોતાને-જાતે પાકે છે અથવા આપમેળે પાકવાના પૂર્વે જ તેમને ઉચિત ઉપાયથી પકવી લેવામાં આવે છે. સંસારી જીવોનું કર્મફળ સવિપાક (વિપાકજા) હોય છે, પરંતુ સાચા સાધકો પોતાનાં સંચિત કર્મોને તેમનાં ફળ આપતાં પૂર્વે જ પોતાની સાધના દ્વારા નષ્ટ કરી દે છે. એટલા માટે અવિપાક નિર્જરા કેવળ સાચા સાધકો અથવા સંત-મહાત્માઓને જ હોય છે.
જૈનધર્મામૃતમાં નિર્જરા અને તેના આ બે ભેદોનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ