SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મઃ સાર સંદેશ વિયોગ ત્યારે જ થઈ શકે છે જ્યારે જીવમાં નવા પુદ્ગલોનો પ્રવેશ (આશ્રવ) બંધ થઈ જાય અને જીવમાં જે પુદ્ગલ પહેલેથી જ પ્રવિષ્ટ (પ્રવેશેલા) છે, તે ખરી પડે અથવા નષ્ટ થઈ જાય. જૈન ધર્મમાં પ્રથમને ‘સંવર’ અને બીજાને ‘નિર્જરા’ કહે છે. તત્ત્વાર્થાધિગમ સૂત્ર માં સંવરને સ્પષ્ટ કરતાં કહેવામાં આવ્યું છેઃ આસવનિરોધઃ સંવર :10 84 અર્થ-કર્મોના આસવનો નિરોધ કરવો (તેમને રોકવા) સંવર છે. સંવરના બે ભેદ કહેવામાં આવ્યા છે ભાવ સંવર અને દ્રવ્ય સંવર. જીવના જે આંતરિક ભાવોથી કર્મોનો આસ્રવ અટકી જાય છે, તે ભાવોને જ ભાવ સંવર કહે છે તથા આ ભાવોના ફળસ્વરૂપે નવા કર્મ-પુદ્ગલોનું જીવની સાથે ન બંધાવું જ દ્રવ્ય સંવર કહેવાય છે. કર્મ – પરમાણુ જીવની તરફ આકૃષ્ટ (આકર્ષિત) થાય અને જીવસાથે ન બંધાય, એના માટે જે ઉપાયોને અપનાવવાની આવશ્યકતા છે, તેમને સંવરનું કારણ કહેવામાં આવે છે. તે છ પ્રકારનાં બતાવવામાં આવ્યા છેઃ (1) ગુપ્તિ-મન, વચન અને કાયાની ચંચળતાને રોકવી. કર્મોના આસવને રોકવા માટે આ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. પરંતુ મન-ઇંદ્રિયની ચંચળતાને એકાએક અટકાવવી પ્રાયઃ (લગભગ) અસંભવ છે. એટલા માટે નિમ્નલિખિત સહાયક સાધનો બતાવવામાં આવ્યાં છેઃ (2) સમિતિ હરવા-ફરવામાં, ઉઠવા-બેસવામાં, ખાવા-પીવા વગેરેમાં એ પ્રમાણે સાવધાની રાખવી કે જીવ-હિંસા ન થવા પામે. (3) ધર્મવિષય-વિકારોથી બચીને રહેવા માટે સત્પુરુષો દ્વારા બતાવેલા ધર્માચરણને અપનાવવું (વિશેષ વિસ્તાર માટે અધ્યાય 3: જૈન ધર્મનું સ્વરૂપ જુઓ). (4) અનુપ્રેક્ષા-સંસાર, દેહ અને ભોગો પ્રતિ વિરક્તિ ઉત્પન્ન કરવા માટે આ બધાની અનિત્યતા વગેરેની ભાવના કરવી (વિશેષ વિસ્તાર માટે અધ્યાય 6ઃ અનુપ્રેક્ષા જુઓ), (5) પરીષહજય-ભૂખ-તરસ, ઠંડી-ગરમી વગેરેથી ઉત્પન્ન કષ્ટો અથવા કઠિનાઈઓને સહન કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી અને (6) ચારિત્રસત્પુરુષોના બતાવેલાં માર્ગ પર ચાલતાં સદાચારના નિયમોનું પાલન કરવું અને આંતરિક સાધનામાં લાગવું (વિશેષ વિસ્તાર માટે આ જ અધ્યાયમાં આગળ સમ્યક્ ચારિત્ર જુઓ) -
SR No.023273
Book TitleJain Dharm Sar Sandesh
Original Sutra AuthorN/A
AuthorKashinath Upadhyay
PublisherRadha Swami Satsang Byas
Publication Year2012
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy