________________
348
જૈન ધર્મઃ સાર સંદેશ
અજ્ઞાનથી ભ્રષ્ટ ચિત્તવાળો જીવ પોતાના વાસ્તવિક સ્વરૂપથી દૂર થઈ જાય છે, પણ સમ્યજ્ઞાન (યથાર્થ જ્ઞાન)થી સુવાસિત થઈ જતાં તે જ પોતાના અતંરમાં પ્રભુ પરમાત્માને જુએ છે.9
આત્માના યથાર્થ સ્વરૂપનો અનુભવ થઈ જવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે આ આત્મા વાસ્તવમાં પરમાત્મા જ છે. આ એકતાના જ્ઞાનથી àતભાવ બિલકુલ મટી જાય છે; આત્મા અને પરમાત્મામાં કોઈ અંતર રહી જતું નથી. એને સ્પષ્ટ કરતાં જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
યઃ પરાત્મા સ એવા ં યોઽહં સ પરમસ્તતઃ ।
જે પરમાત્મા છે, તે જ હું છું, તથા જે સ્વાનુભવગમ્ય હું છું, તે જ પરમાત્મા છે.
આ પ્રમાણે જ્ઞાનાવિમાં પણ કહેવામાં આવ્યું છેઃ
યઃ સિદ્ધાત્મા પરઃ સોડė યોઽહં સ પરમેશ્વરઃ ।।
જે સિદ્ધાત્મા (પૂર્ણતા પ્રાપ્ત આત્મા)નું સ્વરૂપ છે તે જ પરમાત્મરૂપ હું છું અને જે હું છું તે જ પરમાત્મા છે.
આત્મા અને પરમાત્માના અભેદ અથવા એકરૂપ થવાનું આ જ્ઞાન બુદ્ધિ અને વચનનો વિષય નથી, બલકે સાક્ષાત્ સ્વાનુભવ (પોતાનો નિજી અનુભવ)નો વિષય છે. એને બતાવતાં જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
આત્મસ્વરૂપને બીજાઓથી સાંભળતાં તથા બીજાઓને પોતના મુખથી બોલીને સમજાવતાં પણ જયાં સુધી જીવને શરીરથી આત્માના ભિન્ન થવાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષને પાત્ર બનતો નથી.
52
આ અનુભવની પ્રાપ્તિ માટે ઘર છોડીને વન જવાની આવશ્યકતા નથી, કારણ કે આ તો એક આંતરિક અનુભવ છે જે ક્યાંય બહારથી નહીં, બલકે પોતાના અંતરથી જ પ્રાપ્ત થાય છે. એને સ્પષ્ટ કરતાં જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ