________________
349
આત્માથી પરમાત્મા
આત્મસ્વરૂપના સાક્ષાત્કારથી રહિત અજ્ઞાની જીવોને, આ ગામ છે.
આ અરણ્ય(વન)' છે, આ બે પ્રકારના નિવાસોની કલ્પના હોય છે, પરંતુ આત્માનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાનીજનોનું તો રાગાદિ-રહિત નિશ્ચલ આત્મા જ નિવાસ સ્થાન છે.53
આ પ્રમાણે સાચા સાધકોની સમસ્ત સાધના અંતર્મુખી હોય છે. તેઓ કોઈ સાચા માર્ગદર્શક ગુસ્ના ઉપદેશાનુસાર સમ્યક દર્શન (શ્રદ્ધા), સમ્યકજ્ઞાન અને સમ્યક ચારિત્રને ગ્રહણ કરીને સ્મરણ, ચિંતન અને ધ્યાનના અંતર્મુખી અભ્યાસના સહારે પોતાના સમસ્ત કર્મોને નષ્ટ કરી દે છે. એના ફળસ્વરૂપે તેઓ આત્માથી પરમાત્મા બની જાય છે, જે મનુષ્ય-જીવનનું વાસ્તવિક લક્ષ્ય છે.