________________
104
જૈન ધર્મ સાર સંદેશ ઉપરની તરફ જાય છે. અથવા (4) જે પ્રમાણે અગ્નિની શિખાનો ઉપર તરફ જ ઉક્વાનો સ્વભાવ છે, તે જ પ્રમાણે જીવનો પણ ઉર્ધ્વગમન સ્વભાવ છે, અતઃ મુક્ત થતાં જ તે ઉપરની તરફ જાય છે.)
આ મોક્ષની અવસ્થા રોગ-શોક, જન્મ-જરા-મરણ, ચિંતા-ભય વગેરેથી પૂર્ણતઃ મુક્ત છે. આ અવસ્થાને પ્રાપ્ત આત્મા કર્મમેલથી રહિત થઈને સદાને માટે પરમાત્મા બની જાય છે. એના અલૌકિક સુખ-શાંતિનો મહિમા અવર્ણનીય છે. આ જ સાચા પરમાનંદ અને પરમ શાંતિને પ્રાપ્ત કરવાનું માનવ-જીવનનું લક્ષ્ય છે.