________________
103
જીવ, બંધન અને મોક્ષ
તે અરહંત અવસ્થામાં રહીને તેઓ સર્વ દેશોમાં વિહાર કરીને અને ભવ્ય (મોક્ષાર્થી)જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપીને અંતમાં યોગ-નિરોધ કરીને તથા શેષ ચાર અઘાતિયા કર્મોનો પણ ક્ષય કરીને સર્વ-કર્મથી રહિત થઈને તેઓ અરહન્ત પરમેષ્ટી નિર્વાણને પ્રાપ્ત થઈ જાય છે. જે પ્રમાણે ઈંધણ રૂપ નવીન ઉપાદાન કારણથી રહિત અને પૂર્વ-સંચિત ઇંધણને બાળીને ભસ્મ કરી દેનારો અગ્નિ શાંત થઈ જાય છે, તેવી જ રીતે કર્મરૂપ ઈંધણને બાળીને આ આત્મા પણ પરમ શાંતિને પ્રાપ્ત થઈ જાય છે.
મોક્ષ-પ્રાપ્ત આત્મા સંસારથી સદાને માટે છુટકારો પામીને સૌથી ઉપરના લોકમાં ચાલ્યો જાય છે, જયાં તે અનંત ગુણોથી યુક્ત થઈને અનંત કાળ સુધી અનુપમ આનંદમાં સ્થિત રહે છે. તત્ત્વાર્થીધિગમ સૂત્રમાં આત્માના ઉપરના લોકમાં જવાનાં ચાર કારણોને ચાર ઉપમાઓ દ્વારા આ રીતે સમજાવવામાં આવ્યાં છેઃ
પૂર્વ પ્રયોગાદસત્વા બન્ધચ્છદાત્તથાગતિ પરિણામોચ્ચી અર્થ-(1) પૂર્વ પ્રયોગથી (2) કર્મોના સંગનો અભાવ થવાથી (3) બંધનના તૂટવાથી અને (4) તેવું જ ગમન કરવાનો આત્માનો સ્વભાવ હોવાથી મુકતાત્મા ઉપરના લોકમાં ચાલ્યો જાય છે. - આ ચારેય કારણોને જેનામામૃતમાં આ પ્રમાણે સ્પષ્ટ કરવામાં આવ્યાં છેઃ
(1) પૂર્વના અભ્યાસથી જે પ્રમાણે કુંભારનો ચાકડો લાકડીને હટાવી લેવા છતાં પણ ફરતો જ રહે છે તે જ પ્રમાણે આ આત્મા પણ ક્યારે મુક્ત બનું, ક્યારે સિદ્ધાલયમાં પહોંચું વગેરે પ્રકારના સંસ્કારોને કારણે આ મુક્ત જીવ શરીરથી છુટતાં જ ઉપરની તરફ ચાલ્યો જાય છે. (2) માટીથી લપેટાયેલો ઘડો જેમ પહેલાં પાણીમાં ડૂબેલો રહે છે અને માટી દૂર થઈ જતાં જ ઉપર આવી જાય છે, એ જ પ્રમાણે કર્મરૂપ કૃતિકા (માટી) થી મુક્ત થતાં જ આ જીવ ઉપર ચાલ્યો જાય છે. (3) એરંડાનું બીજ પોતાના કોશરૂપી બંધનનો છેદ થતાં જ (ફાટતાં જ) જેમ ઉપરની તરફ જાય છે તે જ પ્રમાણે કર્મ બંધનોના નષ્ટ થવાથી એ