________________
102
જૈન ધર્મ સાર સંદેશ છે. ઇચ્છામુક્ત થવા માટે જ જૈન ધર્મમાં તપનું વિધાન (ઈલાજ) કરવામાં આવ્યું છે. તપનો અર્થ જ છે ઇચ્છાને રોકવી. ઇચ્છાને રોકવા માટે રાગ-દ્વેષથી ઉપર ઊઠવું અને કષાય (ક્રોધ, માન, માયા અને લોભ)થી બચેલા રહેવું આવશ્યક છે. ઇંદ્રિયો અને મનના નિયંત્રણ વિના આ મનોવિકારો પર વિજય મેળવવો શક્ય નથી. એટલા માટે સદાચારના નિયમોનું પાલન ક્રીને ઇંદ્રિયો અને મનના નિયત્રણ દ્વારા ધીરે-ધીરે મોહ અને મમત્વનો ત્યાગ કરીને પોતાને સમત્વ ભાવમાં સ્થિર કરવો જોઈએ. આ બધા ચારિત્રનાં જ અંગ છે.
આ રીતે પોતાના આચાર-વિચાર અને દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવું અને સંયમ-નિયમપૂર્વક અંતર્મુખી સાધના (ધ્યાન) દ્વારા કર્મોને સમૂલ (જડમૂળથી) નષ્ટ કરવાં જ સમ્મચારિત્રનું લક્ષ્ય છે. સાધકના દૃષ્ટિકોણ અને વિચારધારામાં પરિવર્તન લાવવા માટે જૈન ધર્મમાં બાર અનુપ્રેક્ષાઓ અને ચાર ધ્યાનને સ્થિર બનાવનારી ભાવનાઓનો અભ્યાસ બતાવવામાં આવ્યો છે, જેમના પર આપણે અધ્યાય 8 માં વિચાર કરીશું. પછી મનને નિયંત્રણમાં લાવવા અને ધ્યાનનો અભ્યાસ કરવાના સંબંધમાં આપણે નવમા અધ્યાયમાં વિસ્તારપૂર્વક વિચાર કરીશું. ધ્યાન દ્વારા બધા સંચિત કર્મોનો નાશ થાય છે અને જીવને મોક્ષની પ્રાપ્તિ થાય છે.
કર્મ જ જીવના બંધનનું કારણ છે. એટલા માટે કર્મ-બંધનના કારણોનો અભાવ થઈ જતાં તથા બધા સંચિત કર્મો નષ્ટ થઈ જતાં જીવ બંધનરહિત થઈને મોક્ષને પ્રાપ્ત કરી લે છે, જેવું કે તત્ત્વથાધિગમ સૂત્રમાં કહેવામાં આવ્યું છેઃ
બન્ધત્વભાવનિર્જરામ્યાં કૃત્સનકર્મવિપ્રમોક્ષો મોક્ષ: ૧૦
અર્થ-બંધનના કારણોનો અભાવ થઈ જવો અને ર્નિજરા દ્વારા બધા (સંચિત) કર્મોનો વિનાશ થઈ જવો જ મોક્ષ છે.
સાધુ જન કર્મ-બંધનના બીજથી રહિત થઈને અરહંત કેવલી (કેવલજ્ઞાન કે સર્વજ્ઞતાથી યુક્ત) બની જાય છે અને નિર્વાણ-પ્રાપ્તિ પહેલાં જીવોને તેમના હિત માટે મોક્ષમાર્ગનો ઉપદેશ આપે છે, જેવું કે જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ