________________
64જી
અહિંસા
અહિંસાનું સ્વરૂપ એ તો સ્પષ્ટ જ છે કે‘અહિંસા' શબ્દનો અર્થ છે હિંસા ન કરવી. હિંસા કોઈ જીવની જ કરી શકાય છે. એટલા માટે સાધારણ બોલચાલની ભાષામાં કોઈ બીજા જીવને ન મારવાને અથવા તેનો ઘાત કે વધ ન કરવાને અહિંસા કહેવામાં આવે છે. પરંતુ જૈન ધર્મમાં અહિંસાને વ્યાપક અર્થમાં ગ્રહણ કરવામાં આવે છે. એના અનુસાર અહિંસાનો અર્થ જીવોનો કેવળ વધ ન કરવાનો જ નથી, બલકે કોઈપણ જીવને મનથી વચનથી અથવા કાયાથી કષ્ટ કે પીડા ન પહોંચાડવી અથવા તેનું દિલ ન દુખાવવું પણ અહિંસાની અંદર સામેલ છે.
એના સિવાય અહિંસાનો સંબંધ સાધારણતઃ માત્ર બીજા જીવો સાથે જોડવામાં આવે છે, જેમ કે – બીજા જીવોને ન મારવા કે ન સતાવવા. પરંતુ જૈન ધર્મ બતાવે છે કે હિંસા સ્વયં પોતાના જીવની પણ થાય છે. સાધારણ રીતે પોતાના જીવની હિંસાનો અર્થ વિષ ખાઈને અથવા અન્ય કોઈ રીતે આત્મહત્યા કરવી માનવામાં આવે છે. પરંતુ આહિંસાનો વાસ્તવિક અર્થ પોતાની અંદર રાગ, દ્વેષ કે મોહનું ઉત્પન્ન થવું છે, જેનાથી આપણો વાસ્તવિક આત્મઘાત થાય છે. એટલા માટે જૈન ધર્મ અનુસાર આત્મામાં રાગ, દ્વેષ વગેરેને ઉત્પન્ન ન થવા દેવું તે જ વાસ્તવિક અહિંસા છે.
આ પ્રમાણે અહિંસાનું ક્ષેત્ર બાહ્ય અને ભીતર(આંતરિક) – બંને જ છે. કારણ કે આંતરિક અહિંસા બાહ્ય અહિંસાનું મૂળ છે, એટલા માટે જૈન ધર્મમાં આંતરિક અહિંસા જ પ્રમુખ અહિંસા માનવામાં આવે છે. જો જીવ પોતાના અંતરથી રાગ, દ્વેષ અને મોહને દૂર કરી સામ્યભાવમાં સ્થિત થઈ જાય અને
105