________________
106
જૈન ધર્મ સાર સંદેશ સાવધાનીની સાથે સંસારમાં પોતાનું કાર્ય કરતો રહે તો તેનાથી અજાણતાં, ચાલતાં-ફરતાં કે સાંસારિક કામ-કાજ કરતાં કરતાં કોઈપણ જીવની હિંસા થઈ જવા છતાં પણ તેને હિંસક કહી શકાતો નથી. તેના ચિત્તમાં રાગાદિ વિકારોના ઉત્પન્ન ન થવાને કારણે તે સદા અહિંસક જ બનેલો રહે છે. વાસ્તવમાં રાગ વગેરે વિકારોનું ઉત્પન્ન ન થવું જ અહિંસા છે. પુરુષાર્થસિદ્ધયુપાયમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ
અપ્રાદુર્ભાવઃ ખલુ રાગાદીનાં ભવત્યહિંસેતિ |
તેષામેવોત્પત્તિર્ટિસેતિ જિનાગમસ્ય સંક્ષેપઃ | અર્થાત્ આત્મામાં રાગદિ ભાવોનું પ્રગટ ન થવું અહિંસા છે અને તે રાગાદિ ભાવોનું ઉત્પન્ન થવું જ હિંસા છે. બસ આટલો માત્ર જ જેન સિદ્ધાંતનો સંક્ષિપ્ત સાર અથવા રહસ્ય છે.
આ જ કારણ છે કે રાગાદિ વિકારોથી મુક્ત અને સામ્યભાવમાં સ્થિત સંતજનોના હરતાં-ફરતાં કોઈ જીવના પીડિત થવાથી કે મરી જવાથી પણ તેમને (સંતોને) હિંસાના દોષી માનવામાં આવતા નથી. એને સ્પષ્ટ કરતાં જેનામામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
યોગ્ય આચરણ કરનારા સંત પુરુષોના રાગાદિ આવેશ વિના, કેવળ પ્રાણોના ઘાતથી હિંસા ક્યારેય પણ થતી નથી. ભાવાર્થ- જો કોઈ સજ્જન પુરુષ સાવધાન થઈને ગમનાદિ કરવામાં (હરવાફરવા વગેરેમાં) તેના શરીર-સંબંધથી કોઈ જીવ પીડિત થઈ જાય, અથવા મરી જાય, તો તેને હિંસાનો દોષ કદાપિ લાગતો નથી, કારણ કે તેનાં પરિણામ (આંતરિક ભાવ) રાગ-દ્વેષ વગેરે કષાય (વિકાર)રૂપ નથી.
રાગાદિ ભાવોના વશમાં પ્રવૃત થતાં અયત્નાચારરૂપ પ્રમાદ (અસાવધાનીની) અવસ્થામાં જીવ મરે, અથવા ન મરે, પરંતુ હિંસા તો નિશ્ચયતઃ (નિશ્ચતપણે) આગળ જ દોડે છે. ભાવાર્થ – જે પ્રમાદી જીવ કષાયો (રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન વગેરે)ને વશ થઈને અસાવધાનીપૂર્વક ગમનાદિ (ભ્રમણ વગેરે) ક્રિયા