________________
107
અહિંસા
કરે છે તે સમયે ભલે જીવ મરે અથવા ન મરે, પરંતુ તે હિંસાના દોષનો ભાગીદાર તો અવશ્ય જ થાય છે.?
અહિંસાના પાલન માટે આંતરિક શુદ્ધતાની સાથે અપ્રમત્ત (સાવધાન) થઈ કાર્ય કરવું અત્યંત આવશ્યક છે. જે પ્રમત (અસાવધાન કે લાપરવાહ) થઈ કાર્ય કરતાં કરતાં જીવનો ઘાત કરે છે તે અવશ્ય જ હિંસાનો દોષી બને છે, કારણ કે “પ્રમત્તયોગાત્માણવ્યપરોણ”3 (લાપરવાહી કે અસાવધાનીથી પ્રાણોનો ઘાત કરવો) હિંસાનું લક્ષણ કહેવામાં આવ્યું છે.
આ પ્રમાણે જેન ધર્મમાં હિંસા અને અહિંસાનો વિચાર કરતા સમયે જીવના આંતરિક ભાવ પર વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.
આંતરિક અહિંસાની પ્રમુખતાને સમજવા માટે જૈન ધર્મમાં બતાવવામાં આવેલા હિંસાના બે ભેદોને ધ્યાનમાં રાખવા આવશ્યક છે. પહેલા ભેદને ભાવ-હિંસા અને બીજા ભેદને દ્રવ્ય-હિંસા કહે છે. રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન વગેરે ભાવોના ઉત્પન્ન થવાથી આત્માની શુદ્ધતાનો ઘાત થવો ભાવ-હિંસા છે અને તેના ફળસ્વરૂપે પોતાના અને પરાયા જવાનો ઘાત થવો દ્રવ્ય-હિંસા છે. સ્પષ્ટ છે કે જીવની અંદર પહેલા હિંસાનો ભાવ ઉત્પન્ન થાય છે, પછી તે જીવ તે ભાવને બાહ્ય કાર્યનું રૂપ આપી શકે કે ન આપી શકે. આ પ્રમાણે પોતાની અંદર ઉત્પન્ન હિંસાના ભાવ દ્વારા જીવ પહેલાં પોતાનો આત્મઘાત કરે છે, ત્યાર પછી તે અન્ય જીવોની હિંસા કરે કે ન કરે. જેનામામૃતમાં તેને ખૂબ જ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છેઃ
આત્મા કષાય (રાગ-દ્વેષ, કામ, ક્રોધ, માન વગેરે)થી યુક્ત થઈને પહેલાં પોતાની જાત દ્વારા પોતાનો જ ઘાત કરે છે, પછી ભલેને પછીથી અન્ય જીવોની હિંસા થાય કે ન થાય.
આ જ કારણ છે કે જીવની અંદર હિંસાનો ભાવ ઉત્પન્ન થતાં જ તે હિંસાનું ફળ ભોગવવાનો અધિકારી બની જાય છે, ભલેને તેણે હિંસાનું કોઈ બાહ્ય કાર્ય (દ્રવ્ય હિંસા) ન કર્યું હોય, જ્યારે કે રાગ-દ્વેષ વગેરેથી મુક્ત સજ્જન પુષથી હિંસાનું કાર્ય થઈ જવા છતાં પણ તેઓ હિંસાના ફળના અધિકારી થતા નથી. આને સ્પષ્ટ કરતાં પુરુષાર્થસિદ્ધયુપાયમાં કહેવામાં આવ્યું છેઃ