________________
124
જૈન ધર્મઃ સાર સંદેશ
જે મનુષ્ય પોતાના શરીરમાં તણખલાની ચૂભનથી પણ પોતાને દુઃખી થયેલો માને છે તે નિર્દય થઈને પર (બીજાના) શરીર પર શસ્ત્ર કેવી રીતે ચલાવે છે? આ મોટો અનર્થ છે.29
જે મનુષ્ય પોતાના બળ અને અધિકારનો દૂરુપયોગ કરીને બીજાઓને મારે કે કષ્ટ પહોંચાડે છે તેને પોતાની નિર્દયતાનો કઠોર દંડ પછીના જીવનમાં અવશ્ય ભોગવવો પડે છે. જે બીજાઓનું ભલું નથી કરતા તે પોતાનું ભલું કેવી રીતે માણી શકે છે? જ્ઞાનાર્ણવમાં ખૂબ જ સ્પષ્ટતા સાથે કહેવામાં આવ્યું છેઃ
જે બળવાન પુરુષ આ લોકમાં નિર્બળનો પરાભવ (અનાદર કે વિનાશ) કરે છે અને સતાવે છે તે પરલોકમાં તેનાથી અનંતગણો પરાભવ સહે છે. અર્થાત્-જો કોઈ બળવાન નિર્બળને દુઃખ આપે છે તો તેનાથી અનંતગણાં દુઃખ તે સ્વયં આગળના જન્મમાં ભોગવે છે.
જે પુરુષનું ચિત્ત જીવો માટે શસ્ત્ર સમાન નિર્દય છે તેનું તપ કરવું અને શાસ્ત્ર વાંચવું વગેરે કાર્ય માત્ર કષ્ટ માટે જ હોય છે, કંઈક ભલાઈ માટે હોતું નથી.30
એનાથી વિપરીત જે મહાપુરુષો દૃઢતાપૂર્વક અહિંસાનું પાલન કરે છે તેમના અંતરની શાંતિ અને પવિત્રતાના પ્રભાવ તેમના સંપૂર્ણ વાતાવરણને શાંતિમય અને પવિત્ર બનાવી દે છે. બધા પ્રતિ દયા, કરુણા, મૈત્રી અને જીવરક્ષાનો ભાવ રાખનારા સાધુજનોની ચારેબાજુ એક સૂક્ષ્મ (અદષ્ટ) પ્રભા-મંડળ બની જાય છે જે તેમની આસ-પાસ દયા અને કરુણાનો ભાવ વિખેરીને તેમના માટે એક સુરક્ષા કવચનું કામ કરે છે. એવા સાધુજનોના શાંતિપૂર્ણ આત્મતેજ અને અનુપમ અમોધ (અચૂક) શક્તિની સામે હિંસક, વિરોધી અને ઉપદ્રવી દુષ્ટજનો પણ નતમસ્તક થઈ જાય છે. ત્યાં સુધી કે હિંસક પશુ પણ તેમની સામે પોતાના જન્મજાત વેરભાવ અને ઉગ્રતાને ભૂલાવીને શાંત અને નમ્રભાવ ધારણ કરી લે છે. અહિંસાની અપાર શકિત, અદ્ભૂત પ્રભાવ અને અનુપમ મહિમાનો ઉલ્લેખ નાથૂરામ ડોંગરીય જેન આ શબ્દોમાં કરે છેઃ
અહિંસાની શક્તિ અને મહિમા બન્ને જ અનુપમ અને અચિંત્ય છે. જ્યારે સાધુ પુરુષો મન વચન કર્મથી અહિંસક અને વીતરાગ બનીને