________________
અહિંસા
125
આત્મશુદ્ધિ કરવાનો પ્રયત્ન કરે છે, તે સમયે તેમનામાં જે આત્મતેજ પ્રગટ થાય છે તેના પ્રભાવથી મોટા-મોટા આભિમાનીઓનાં મસ્તક તેમના ચરણોમાં આપો-આપ ઝૂકી જાય છે અને જંગલનાં મૃગ અને સિંહાદિ પશુ-પક્ષી પણ પોતાના આપસી જન્મજાત વેર વિરોધનો ત્યાગ કરીને શાંતિથી તેમનાં ચરણોમાં જઈ બેસે છે. ... જે મહાપુરુષના અંતરાત્મામાં શુદ્ધ અહિંસાનો અથાહ સમુદ્ર ભરેલો છે તેનો પ્રભાવ વિષિઓ અને વિદ્રોહીઓની હિંસાત્મક ભાવનાઓને કુંઠિત અને હતપ્રભ બનાવીને તેમને પણ અહિંસક અને નમ્ર બનાવી દે તો એમાં આશ્ચર્યની શું વાત છે?
અહિંસાના અદ્ભુત પ્રભાવનું વર્ણન કરતાં યોગસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છેઃ
અહિંસા પ્રતિષ્ઠાયાં તત્સંનિધો વૈર ત્યાગ 2 અર્થાત્ અહિંસામાં પૂરી રીતે દ્રઢ થઈ જતાં તે સાધુજનની આસ-પાસ બધાં પ્રાણીઓ વેરભાવનો ત્યાગ કરી દે છે.
હિંસાની ઘોર નિંદા ઉપર દર્શાવવામાં આવ્યું છે કે અહિંસા ધર્મનું લક્ષણ છે. એનાથી ઠીક વિપરીત હિંસાને અધર્મનું લક્ષણ માનવામાં આવ્યું છે. એટલા માટે જ્યાં હિંસા છે ત્યાં ધર્મ માટે કોઈ સ્થાન હોઈ શકતું નથી. જૈન ગ્રંથોમાં ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં હિંસાને સમસ્ત પાપોનું મૂળ, નરકનું દ્વાર અને ઘોર અનર્થનું કારણ કહેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
શ્રયતે સર્વશાસેષુ સર્વેષ સમયેષુ ચ |
અહિંસા લક્ષણો ધર્મસ્તદ્વિપક્ષસ્થ પાતક સર્વ શાસ્ત્રોમાં અને સર્વ મતોમાં આ જ સાંભળવા મળે છે કે ધર્મનું લક્ષણ અહિંસા જ છે અને હિંસા કરવી જ પાપ છે.
હિંસા જ દુર્ગતિનું દ્વાર છે, હિંસા જ પાપનો સમુદ્ર છે, હિંસા જ ઘોર રૌરવ નરક છે અને હિંસા જ ગાઢ અંધકાર છે.]