________________
123
અહિંસા
જે કોઈ મનુષ્ય બીજા મનુષ્યને મરી જવાના બદલામાં નગર, પર્વત તથા સુવર્ણ, રત્ન, ધન ધાન્યાદિથી ભરેલી સમુદ્ર પર્યન્તની પૃથ્વીનું દાન કરે તો પણ પોતાના જીવનનો ત્યાગ કરવામાં તેની ઇચ્છા હશે નહીં. ભાવાર્થ - મનુષ્યોને જીવન એટલું પ્યારું છે કે મરવા માટે જો કોઈ સમસ્ત પૃથ્વીનું રાજ્ય આપી દે તો પણ મરવા ઇચ્છતો નથી. આ કારણે એક જીવને બચાવવામાં જે પુણ્ય હોય છે તે સમસ્ત પૃથ્વીના દાનથી પણ અધિક હોય છે.
આ જીવલોકમાં (જગતમાં) જીવ રક્ષાના અનુરાગ (પ્રેમ)થી મનુષ્ય સમસ્ત કલ્યાણરૂપ પદને પ્રાપ્ત થાય છે. એવા કોઈપણ તીર્થકર, દેવેન્દ્ર, ચક્રર્તિત્વરૂપ કલ્યાણપદ લોકમાં નથી જે દયાવાન ન મેળવે. અર્થાત્ અહિંસા (દયા) સર્વોત્તમ પદને આપનારી છે.27.
મનુષ્ય-જાતિ પોતાની વિવેક-શક્તિને કારણે જ પશુઓની જાતિથી ભિન્ન અને તેનાથી ઊંચી માનવામાં આવે છે. આ વિવેક-શક્તિની વૃદ્ધિ કરુણા અથવા દયા-ભાવ (અહિંસા) દ્વારા થાય છે. એટલા માટે કરુણા-ભાવ કે અહિંસા-ભાવને વધારવો તે જ પોતાની મનુષ્યતા નો વિકાસ કરવો છે. કરુણા અને વિવેકના આ સંબંધ તરફ ધ્યાન અપાવતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ
પુરુષોના હૃદયમાં જેમ-જેમ કરુણાભાવ સ્થિરતાને પ્રાપ્ત કરે છે તેમતેમ વિવેકરૂપી લક્ષ્મી તેનાથી પરમપ્રીતિ પ્રગટ કરતી રહે છે. ભાવાર્થકરુણા (દયા) વિવેકને વધારે છે.28
મનુષ્ય પોતાના વિવેક દ્વારા સ્વયં જ વિચાર કરી શકે છે કે થોડીક પણ પીડા થતાં તેને કેટલી બેચેની અને દર્દનો અનુભવ થાય છે. તો પછી તે બીજા જીવોની હિંસા કરીને પોતાને વિવેકશીલ મનુષ્ય કેવી રીતે કહી શકે છે? એટલા માટે મનુષ્યને “મનુષ્ય' કહેવડાવવા માટે અહિંસક થવું આવશ્યક છે. વાસ્તવમાં મનુષ્ય માટે હિંસા બહુ ભારે અનર્થ છે, જેવું કે જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છેઃ