________________
122
જૈન ધર્મ સાર સંદેશ તપ, શ્રત (શાસ્ત્રનું જ્ઞાન), યમ (મહાવ્રતો), જ્ઞાન (ખૂબ જાણવું), ધ્યાન અને દાન કરવું તથા સત્ય, શીલ, વ્રતાદિક (વ્રત વગેરે) જેટલાં ઉત્તમ કાર્ય છે તે બધાની માતા એક અહિંસા જ છે. અહિંસા વ્રતના પાલન વિના ઉપર્યુક્ત ગુણોમાંથી એક પણ હોતું નથી. આ કારણે અહિંસા જ સમસ્ત ધર્મ કાર્યોની ઉત્પન્ન કરનારી માતા છે.
આ સંસારરૂપ તીવ્ર ભયથી ભયભીત થનારા જીવો માટે આ અહિંસા જ એક પરમ ઔષધિ છે, કારણ કે તે બધાનો ભય દૂર કરે છે તથા સ્વર્ગ જવા માટે અહિંસા જ માર્ગમાં અતિશય અને પુષ્ટિકારક (પોષણ આપનાર) પાથેયસ્વરૂપ (ભોજન વગેરેની સામગ્રી) છે.25
આ જ પ્રમાણે જૈન ધર્મામૃતમાં પણ અહિંસાના મહિમાનાં ગુણગાન કરતાં એને પરમ કલ્યાણકારી બતાવવામાં આવી છેઃ
અહિંસા જ માતાની જેમ સર્વ પ્રાણીઓનું હિત કરનારી છે અને અહિંસા જ સંસારરૂપ મરૂસ્થળીમાં (રણમાં) અમૃત વહેવડાવનારી નહેર છે. અહિંસા જ દુઃખરૂપ દાવાગ્નિને શમન (શાંત) કરવા માટે વર્ષાકાલીન મેઘાવલી છે અને અહિંસા જ ભવ ભ્રમણરૂપ રોગથી પીડિત પ્રાણીઓ માટે પરમ ઔષધિ છે.
એટલા માટે પ્રાણીઓની હિંસાનો ત્યાગ કરીને તેમને અભયદાન આપો, તેમની સાથે નિર્દોષ, નિશ્ચલ મિત્રતા કરો અને સમસ્ત ચરઅચર જીવલોકને અર્થાત્ ત્રસ અને સ્થાવર પ્રાણીઓને પોતાના સદશ (જેવા) જુઓ.26
અહિંસાની શ્રેષ્ઠતાનું કારણ બતાવતાં જૈન ધર્મમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બધાને પોતાનું જીવન સૌથી અધિક પ્યારું હોય છે. પોતાની બધી ધન-સંપતિ અને કિંમતીથી કિંમતી વસ્તુ આપીને પણ આપણે પોતાના જીવનની રક્ષા કરવા ઈચ્છીએ છીએ. એટલા માટે અહિંસા અર્થાત્ જીવ-દયા અને જીવ-રક્ષા સમાન અન્ય કોઈ ધાર્મિક કાર્ય હોઈ શકે નહીં. જ્ઞાનાર્ણવમાં સ્પષ્ટ કહ્યું છેઃ