________________
121
અહિંસા
આ લોકમાં જેવી રીતે પરમાણુથી કોઈ નાનું અને અલ્પ નથી અને આકાશથી કોઈ મોટું નથી, એવી જ રીતે અહિંસારૂપ ધર્મથી મોટો કોઈ ધર્મ નથી.આ જગત્મસિદ્ધ લોકોક્તિ છે: “અહિંસા પરમો ધર્મ: હિંસા સર્વત્ર ગર્વિતા', અર્થાત્ અહિંસા સૌથી મોટો ધર્મ છે અને હિંસાની સર્વત્ર નિંદા થાય છે.
આ અહિંસા એકલી જીવોને સુખ, કલ્યાણ અને અભ્યદય આપે છે; તે તપ, સ્વાધ્યાય અને યમનિયમાદિ આપી શકતા નથી, કારણ કે ધર્મના સમસ્ત અંગોમાં અહિંસા જ એક માત્ર મુખ્ય છે. 3 આ જ ભાવને વ્યક્ત કરતાં જિન-વાણીમાં કહેવામાં આવ્યું છેઃ
જેવી રીતે સમસ્ત લોકમાં સમસ્ત પર્વતોથી ઊંચો મેરુ પર્વત છે તેવી જ રીતે સમસ્ત શીલો અને વ્રતોમાં અહિંસાને સર્વશ્રેષ્ઠ જાણવી જોઈએ.
અહિંસા જ સમસ્ત આશ્રમોનું હૃદય છે, સમસ્ત શાસ્ત્રોનો ગર્ભ અર્થાત્ ઉત્પત્તિ-સ્થાન છે તથા બધા વ્રતો અને ગુણોનો પિંડરૂપ એકીકૃત (એકઠો) સારભૂત છે.
અહિંસાના પાલનથી જ જીવોનું પ્રતિપાલના (રક્ષણ) થાય છે અને આ સર્વશ્રેષ્ઠ વ્રતનું પાલન કરનારો સાચા આંતરિક આનંદનો અનુભવ કરે છે. અહિંસાવતી જ ઉત્તમ ગતિ અને મોક્ષનો અધિકારી થાય છે. અહિંસા દ્વારા પ્રાપ્ત થનારા અનેક ઉત્તમ લાભોનો ઉલ્લેખ કરતાં જ્ઞાનાર્ણવમાં કહેવામાં આવ્યું છે:
અહિંસા તો જગતની માતા છે, કારણ કે સમસ્ત જીવોની પ્રતિપાલન (રક્ષણ) કરનારી છે. અહિંસા જ આનંદની સંતતિ અર્થાત પરિપાટી છે. અહિંસા જ ઉત્તમ ગતિ અને શાશ્વતી લક્ષ્મી (મોક્ષ) છે. જગતમાં જેટલા ઉત્તમોત્તમ ગુણ છે તે બધાં અહિંસામાં જ છે.
આ અહિંસા જ મુક્તિ પ્રદાન કરે છે તથા સ્વર્ગની લક્ષ્મી આપે છે અને અહિંસા જ આત્માનું હિત કરે છે તથા સમસ્ત કષ્ટરૂપ આપદાઓને નષ્ટ કરે છે.