________________
120
આ સંદર્ભમાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
:
જૈન ધર્મઃ સાર સંદેશ
તે પુરુષો વીર કહેવાય છે જે કોઈ આતતાયી દ્વારા સતાવવામાં આવતાં આત્મરક્ષા કરવામાં પૂર્ણ સમર્થ હોય છે અને તેને વશ કરીને તેના પર વિજય પ્રાપ્ત કરી લે છે; પરંતુ જેઓ પ્રતિકાર કરવામાં પૂર્ણ સમર્થ હોવા છતાં પણ દુશ્મનની દુષ્ટતા અને મૂર્ખતાનો બદલો લેવાની અપેક્ષાએ તેને હૃદયથી ક્ષમા કરી દે છે તેઓ વાસ્તવમાં મહાવીર અને સાચા અહિંસક છે. અપરાધીને હૃદયથી ક્ષમા કરી દેવો અને તેનો જરા સરખો પણ ખ્યાલ ન લાવવો કેટલું કઠિન અને વીરતાનું કાર્ય છે, એને સાધારણ વ્યકિતઓ સમજી શકતા નથી. એવી નાસમજીથી જે લોક આ પ્રકારના મહાવીર પુરુષોને કાયર કહેવાનું સાહસ કરે છે, તેઓ વીરતા અને ધર્મનું જ અપમાન કરે છે. કાયર તેઓ છે જે બળવાન શત્રુનો પ્રતિકાર કરવામાં સ્વયં અસમર્થ હોય છે અથવા સામર્થ્ય હોવા છતાં પણ સાહસના અભાવમાં ડરના માર્યા મોં છુપાવીને બેસી જાય છે અને મનોમન તો તેને કોસે છે અને દ્વેષ કરતા રહે છે; પરંતુ ઉપરથી બનાવટી, ‘ક્ષમા-ક્ષમા’નો રાગ આલાપે છે. આ કાયરતા છે અને એમાં અને હિંસામાં નામ માત્રનું જ અંતર છે.2
...
તેથી અહિંસા કર્તવ્ય અને અકર્તવ્યમાં અંતર કરવાનું શીખવે છે અને કર્તવ્યના માર્ગ પર ચાલવાનું શીખવે છે. જે વ્યકિત અહિંસાની શકિત, મર્યાદા અને વ્યાખ્યાથી પરિચિત છે તેઓ કયારેય પણ અહિંસાની નિંદા કરી શકતા નથી.
અહિંસાનો મહિમા
અહિંસાના સંબંધમાં અહીં અત્યાર સુધી જે કંઈ કહેવામાં આવ્યું છે તેનાથી એટલું તો સ્પષ્ટ છે કે જૈન ધર્મમાં અહિંસા પર પૂરી ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો છે. જૈન ધર્મના અનુસાર અહિંસાનું ક્ષેત્ર એટલું વ્યાપક છે કે એમાં પ્રાયઃ બધા અન્ય વ્રત અને ધાર્મિક નિયમ સમાઈ જાય છે. જેવું કે પહેલાં કહેવાઈ ચૂક્યું છે, અહિંસા જ ધર્મનું લક્ષણ છે. એ જ બધા ધાર્મિક વ્રતો અને નિયમોનું મૂળ છે. અહિંસાનો મહિમા બતાવતાં જ્ઞાનાવિમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છેઃ