________________
અહિંસા
119
જયાં ગૃહસ્થ વિના પ્રયોજન કીડી સુદ્ધાંનો વધ કરતો નથી, ત્યાં દેશ, સમાજ, ઘર-બાર, મા-બહેન, ધર્મ અને ધર્માયતન (ધર્મસ્થળની)ની રક્ષા માટે તલવાર ઉઠાવવામાં પણ સંકોચ કરતો નથી.”
આ પ્રમાણે પોતાના ભાવો અને ઈરાદાઓને પવિત્ર રાખીને તથા દયાપૂર્વક બીજાઓની રક્ષાનું ધ્યાન રાખીને ગૃહસ્થનું સાવધાની સાથે કરવામાં આવેલું કાર્ય અહિંસા જ માનવામાં આવે છે.
અહીં એ યાદ રાખવું જોઈએ કે અહિંસા વીરોનો ધર્મ છે, વીરોનું આભૂષણ છે ને કે કાયરતાની નિશાની. એ દુર્બળતાનું પ્રતીક નથી, બલકે સબળતાનું સૂચક છે. મનોબળની હીનતા (અધમતા), અત્યાચારીઓના અન્યાયને સહન કરવો, પ્રતિકાર કે પ્રતિરોધ ન કરવો અહિંસા નથી. અહિંસા માગે છે ત્યાગ, આત્મ-સંયમ અને આત્મવિશ્વાસ તથા એક ઉદાર માનવીય સંકલ્પ. ઈર્ષા-દ્વેષ, સ્વાર્થ, લોભ-લાલચથી ઉપર ઊઠીને સૌમ્ય વ્યવહાર, મધુર વચન, પર-પીડા નિવારણ એ અહિંસાનાં સોપાન છે. અહિંસા સક્રિય પ્રેમનું વ્યાવહારિક રૂપ છે.
અહિંસા પરમ શૂરવીરોનું અસ્ત્ર છે. એમાં અનાવશ્યક હિંસાના પ્રયોગ માટે કોઈપણ સ્થાન નથી. એ નિષ્ક્રિય સ્થિતિ નથી, બલકે પ્રબળ સક્રિયતાની સ્થિતિ છે. અહિંસા શીખવે છે બુરાઈને બદલે ભલાઈ, વેરીને વેરથી નહીં, વૈર્ય અને સહાનુભૂતિથી ભૂલથી મુક્ત કરાવવાની ભાવના. જે એકને સત્ય પ્રતીત થાય છે તે જ બીજાઓને ખોટું દેખાઈ શકે છે. એવી સ્થિતિમાં વિરોધીને કષ્ટ કે પીડા આપીને નહીં, બલકે તેને ક્ષમા કરીને તથા સ્વયં કષ્ટ ઊઠાવીને તેને સત્યની પ્રતીતિ કરાવી શકાય છે અને તેને પોતાના વશમાં કરી શકાય છે. અતઃ
જ્યાં અહિંસાથી કામ લઈ શકાય છે, ત્યાં અસહિષ્ણુ બનીને લડવું-ઝગડવું વીરતા નથી, મૂર્ખતા છે.
અહિંસા શીખવે છે નિર્ભયતા અને નિર્ભયતા વીરતાનું લક્ષણ છે. ક્ષમા તે જ વ્યકિત કરી શકે છે જેમાં શૌર્યનો ગુણ હોય, કષ્ટ સહેવાનું સામર્થ્ય હોય. અહિંસક આચરણ અને મનોવૃત્તિ વિદ્રોહીઓની હિંસાત્મક પ્રવૃત્તિને પણ બદલી દે છે. આ પ્રમાણે અહિંસા હૃદય-પરિવર્તનનું એક સક્ષમ શસ્ત્ર છે.
0ા
છે.