________________
118
જૈન ધર્મઃ સાર સંદેશ
રક્ષા કરવા માટે વિરોધી હિંસા કરવી પડે છે. તે વિશેષ પરિસ્થિતિમાં હિંસા રક્ષાના ઉદેશથી કરવામાં આવે છે. એટલા માટે જૈન ધર્મ ગૃહસ્થ માટે આ હિંસાને ઉચિત માને છે. આ વિરોધી હિંસાનું એક ઉદાહરણ પ્રસ્તુત કરતાં જૈનધર્માતમાં કહેવામાં આવ્યું છેઃ
જયારે કોઈ આતતાયી (અત્યાચારી) કે હિંસક પશુ નગરમાં ઘુસીને અનેક વ્યકિતઓની હિંસા કરે છે, તે સમયે લોકોની રક્ષાના ભાવથી કોઈ વ્યક્તિ તેનો સામનો કરે છે અને આ સ્થાને-રક્ષાના સમયે તેના દ્વારા જો આક્રમણ કરનારો માર્યો જાય છે, તો યદ્યપિ ત્યાં એક આતતાયીની હિંસા થઈ છે, તથાપિ સેંકડો નિરપરાધ વ્યકિતઓના પ્રાણોની પણ રક્ષા તેના માર્યા જવાથી જ થઈ છે અને આ રીતે એકને મારવાની અપેક્ષામાં અનેક્ની રક્ષાનું પુણ્ય વિશાળ છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે ક્યાંક કરવામાં આવેલી હિંસા અહિંસાના વિપુલ ફળને આપે છે.19
ગૃહસ્થોને વિરોધી હિંસાની અનુમતિ આપવાના કારણને સમજાવતાં નાથુરામ ડોંગરીય જૈન કહે છેઃ
સાચું તો એ છે કે જો ગૃહસ્થ રાજયાદિ કાર્યોને કરતાં કરતાં અથવા ગૃહસ્થીની જવાબદારીનો ભાર સંભાળતાં વિરોધી હિંસાનો બિલકુલ ત્યાગ કરી દે તો દુનિયામાં અંધેર મચી જાય – આતતાયી લોકો લૂંટ, માર, હત્યા, વ્યભિચાર, બળાત્કાર વગેરે કરવામાં નિઃશંક થઈને કમર કસીને લાગી જાય અને કોઈપણ ગૃહસ્થનો ધર્મ, જાન, માલ, દેશ વગેરે ખતરાથી ખાલી રહે નહીં. એટલા માટે ગૃહસ્થોથી અહિંસાનું એકદેશ (આંશિક) પાલન જ થઈ શકે છે અને તેનું જ પાલન કરવાની તેમને પ્રેરણા આપવામાં આવી છે.20
આ પ્રમાણે ગૃહસ્થ માટે આવશ્યકતાનુસાર અહિંસાના પાલનની એક પોતાની મર્યાદા છે. સંક્ષિપ્તમાં એનો સંકેત આપતા હુકમચંદ ભારિલ્લ કહે છેઃ