________________
112
જૈન ધર્મઃ સાર સંદેશ
જેવી રીતે સુખના સાધનોની પોતાના માટે ઇચ્છા કરો છો અને જેમ પોતાને દુઃખમાં નાખવાની ઇચ્છા રાખતા નથી એવી જ રીતે બીજા પ્રાણીઓ માટે પણ દુઃખની નહીં પરંતુ સુખની ઇચ્છા કરો. બસ જિનેન્દ્ર ભગવાનનો આ જ ઉપદેશ છે.2
અહિંસા જ ધર્મનું લક્ષણ છે અને અહિંસા માટે જીવ-દયા આવશ્યક છે. એટલા માટે પ્રાણી માત્ર પ્રતિ દયા-ભાવ રાખવો ધર્મનું મૂળ છે. જ્ઞાનાર્ણવમાં બધા પ્રત્યે દયા-ભાવ ધારણ કરી ને બધા સાથે મૈત્રીનો ભાવ રાખવાનો અને બધાની રક્ષા કરવાનો ઉપદેશ આપતાં કહેવામાં આવ્યું છેઃ
હે આત્મ! તું પ્રમાદને છોડીને ભાવોની શુદ્ધિ માટે જીવોની સંતતિ (સમૂહ)ને બંધુ (ભાઈ, હિત, મિત્ર)ની દ્રષ્ટિથી અવલોકન કર્યા કર. અર્થાત્ પ્રાણીમાત્ર સાથે શત્રુભાવ ન રાખીને બધાની સાથે મિત્રભાવ રાખ અને બધાની રક્ષામાં મન, વચન અને કાયા વગેરેથી પ્રવૃત્તિ કર.
જેમાં દયા નથી એવા શાસ્ત્ર અને આચરણથી શો લાભ? કારણ કે એવા શાસ્ત્રના તથા આચરણના અંગીકાર માત્રથી જીવો દુર્ગતિએ ચાલ્યા જાય છે.
તે જ તો મતનું સર્વસ્વ છે અને તે જ સિદ્ધાંતનું રહસ્ય છે, જે જીવોના સમુહની રક્ષા માટે છે. એવમ્ તે જ ભાવશુદ્ધિપૂર્વક દૃઢ વ્રત છે.
સમસ્ત મતોના સમસ્ત શાસ્ત્રોમાં તે જ સાંભળવામાં આવે છે કે અહિંસા લક્ષણ તો ધર્મ છે (અહિંસા લક્ષણો ધર્મઃ ) અને એનું પ્રતિપક્ષી (વિરોધી) હિંસા કરવી જ પાપ છે. આ સિદ્ધાંતથી જે વિપરીત વચનો હોય તે બધાં વિષયાભિલાષી જિઘાલંપટ જીવોનાં છે. તેમને દૂરથી જ ત્યજવા યોગ્ય જાણવા જોઈએ.
હે ભવ્ય (મોક્ષાર્થી)! તું જીવો માટે અભયદાન આપ તથા તેમની સાથે પ્રશંસનીય મિત્રતા કર અને સમસ્ત ત્રસ (ચલ) અને સ્થાવર (અચલ) જીવોને પોતાના સમાન જો.13
પ્રાયઃ બધા ભારતીય ધર્મોમાં અહિંસા, સત્ય, અસ્તેય (અચૌર્ય, એટલે કે ચોરી નહીં કરવી), બ્રહ્મચર્ય અને અપરિગ્રહ (અનાવશ્યક સંગ્રહ ન કરવો)