________________
ll3
અહિંસા ને ધર્મના પ્રમુખ અંગોના રૂપમાં સ્વીકાર કરવામાં આવે છે. જેન ધર્મમાં એમને પંચમહાવ્રત કહે છે. આ પાંચેયમાં અહિંસાને જ સૌથી મુખ્ય ધર્મ માનવામાં આવે છે (અહિંસા પરમો ધર્મ:), કારણ કે જૈન ધર્મમાં બતાવવામાં આવેલા અહિંસાના વ્યાપક અર્થને ધ્યાનમાં રાખવાથી એ સરળતાથી સમજી શકાય છે કે સત્ય, અચૌર્ય (ચોરી ન કરવી) વગેરે બધા અન્ય વ્રત અહિંસાની જ અંદર આવી જાય છે. જ્ઞાનાવમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છેઃ
અહિંસા મહાવ્રત સત્ય આદિ આગળના ચાર મહાવ્રતોનું કારણ છે, કારણ કે સત્ય, અચૌર્ય વગેરે અહિંસા વિના થઈ શકતા નથી અને શીલ વગેરે ઉત્તરગુણોનું સ્થાન પણ આ અહિંસા જ છે; અર્થાત્ સમસ્ત ઉત્તર (શ્રેષ્ઠ) ગુણ પણ અહિંસા મહાવ્રત પર આધારિત છે. 4 જેનામૃતમાં પણ એવું જ કહેવામાં આવ્યું છેઃ જો વાસ્તવમાં જોવા જઈએ તો જૂઠ, ચોરી વગેરે બધાં પાપ હિંસાના જ અંતર્ગત છે. તેમનો પાપરૂપથી પૃથક (અલગ) ઉપદેશ તો મંદબુદ્ધિ લોકોને સમજાવવા માટે જ આપવામાં આવ્યો છે.15
આ અધ્યાયના પ્રારંભમાં જ આપણે જોઈ ચૂક્યા છીએ કે રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન વગેરે વિકારોના ઉત્પન્ન થવાથી આત્માના સ્વાભાવિક ગુણોનો ઘાત થાય છે, જેને હિંસા કહે છે. આ વિકારોથી ઉપર ઉઠીને સામ્યભાવમાં સ્થિત થવાને અહિંસા કહે છે. આંતરિક હિંસા સિવાય બાહ્ય રૂપથી બીજાઓને કષ્ટ પહોંચાડવું અથવા મારવું તો હિંસા છે જ. આ દૃષ્ટિથી વિચાર કરવાથી એ આસાનીથી સમજી શકાય છે કે જૂઠ, ચોરી, કુશીલ (વ્યભિચાર) અને પરિગ્રહ (અનાવશ્યક સંગ્રહ) – આ ચારેય જ રાગાદિથી ઉત્પન્ન થવાને કારણે હિંસાનાં જ અંગ છે. આનાથી વિપરીત સત્ય, અચોર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ નામના ચારેય વ્રત અહિંસાના અંગ છે. અહીં આપણે સંક્ષેપમાં એ બતાવવાની ચેષ્ટા કરીશું કે કેવી રીતે અસત્ય, ચોરી, કુશીલ અને પરિગ્રહ આત્માની પવિત્રતાનો ભંગ કરે છે અને સાથે જ બીજાઓને પણ કષ્ટ પહોંચાડે છે. એટલા માટે એ હિંસાનાં જ અંગો છે અને એમનો ત્યાગ કરવો અહિંસાના પાલન માટે આવશ્યક છે.