________________
114
જૈન ધર્મ સાર સંદેશ અંતરની પવિત્રતાથી ઉત્પન્ન યથાર્થ વચનને જ સત્ય કહે છે. એનાથી વિપરીત બોલવામાં આવેલા વચનને અસત્ય કહે છે. એટલા માટે જૂઠ, કઠોર તથા નિંદાપૂર્ણ વચન અને અનાવશ્યક ગમે તેમ બકવું – આ બધા વચનના દોષ છે, જે વાસ્તવમાં અસત્યની અંદર જ આવી જાય છે. એ વાતને બધા જાણે છે કે માનવ-જગતનો સંપૂર્ણ વ્યવહાર મુખ્યરૂપે વચનોના આધારે જ ચાલે છે. એટલા માટે વચનના દુષ્પયોગથી પોતાની અને બીજાઓની હાનિ થાય છે. જૂઠ અને નિંદાથી પોતાનો અંતરાત્મા દુષિત થાય છે અને બીજાઓને પણ કષ્ટ થાય છે. કઠોર વચન કે તીખી બોલીનો ડંખ તીર, તલવાર કે બંદુકની ગોળીના આઘાતથી પણ અધિક સમય સુધી મનને પીડિત કરતો રહે છે. આ રીતે અસત્ય વચન આત્મઘાતી છે અને સાથે જ પરંધાતી પણ. એટલા માટે અસત્યને હિંસાનું અને સત્યને અહિંસાનું અંગ માનવામાં આવે છે.
વ્યક્તિ અને સમાજ માટે આંતરિક પવિત્રતાની સાથે-સાથે યથાર્થ અને મધુર વચનની આવશ્યકતા પર ભાર આપતાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
એ યાદ રાખવું જોઈએ કે જ્યાં સુધી અંતઃકરણ પવિત્ર થશે નહીં ત્યાં સુધી વચનોમાં યથાર્થતા અને મધુરતા આવી શકતી નથી અને એમના આવ્યા વિના સંસારમાં ન તો વ્યવહાર જ ઠીક ચાલી શકે છે અને ન શાંતિ પણ કાયમ થઈ શકે છે; કારણ કે મનુષ્યનું પારસ્પરિક પ્રત્યેક કાર્ય અને વ્યવહાર વચન દ્વારા પ્રારંભ થાય છે....આ પ્રમાણે જ્યારે કે સમાજની સામૂહિક શાન્તિ પણ અસત્ય ભંગ કરી નાખે છે અને સંસારી કાર્યો સુધ્ધાં અસત્ય દ્વારા ઠીક ચાલી શકતાં નથી તો એનાથી આત્મકલ્યાણ અને આત્મોન્નત્તિનું થવું તો હજી પણ વધારે અસંભવ છે. બલકે આત્મા અસદ્ધચન દ્વારા પતિત અને અશાંત જ થાય છે તથા આ આત્મપતન જ આત્મઘાત છે, જે હિંસાનું જ બીજું નામ છે.
આ પ્રમાણે ચોરી કરનારો પોતાની નીચ મનોવૃતિ અને દુષ્કર્મો દ્વારા પોતાના આત્માને તો દૂષિત કરે જ છે, સાથે જ બીજાઓની વસ્તુઓને ચોરીને તેમને પણ દુઃખી કરે છે. એટલા માટે ચોરીને હિંસાનું અંગ અને અચૌર્યને અહિંસાનું અંગ માનવામાં આવે છે.