________________
115
અહિંસા
કુશીલ (વ્યભિચાર) દ્વારા મનુષ્ય પોતાની દુર્ભાવનાનો શિકાર થઈને પોતાના આત્માના પતનનું કારણ બને છે અને બીજાઓને પણ આ ચરિત્રદોષના સંગી બનાવી કલંકિત કરે છે. એનાથી વિવેક અને સચ્ચરિત્રતાનો નાશ થાય છે, જેનાથી મનુષ્ય પશુ સમાન બની જાય છે. એટલા માટે કુશીલને પણ હિંસાનું જ અંગ માનવામાં આવે છે. આ સંબંધમાં નાથૂરામ ડોંગરીય જૈન કહે છેઃ
જો મનુષ્ય, મનુષ્ય જ બનેલો રહેવા ચાહે છે અને પોતાનું જીવન શાંતિપૂર્વક વિતાવવાની સાથે-સાથે સંસારમાં પણ શાંતિ કાયમ રાખવા ચાહે છે તો પણ આ પાશવીક વૃતિનો તેણે ત્યાગ કરવો જ જોઈએ અને એ યાદ રાખવું જોઈએ કે આત્માના ગોરવ અને ઉન્નતિની પરવા કર્યા વિના ઇંદ્રિયો અને મનના દાસ (ગુલામ) બનીને ઓછામાં ઓછું પોતાની વિવાહિતા સ્ત્રીના સિવાય અન્ય સ્ત્રીઓને બદનિયત અને ખરાબ દષ્ટિએ જોવું અને સ્વચ્છન્દતા અને ઉચ્છખેલતાપૂર્વક (અવિવેકી પ્રવૃત્તિ કરવી, ભલે તે કેટલીય હોંશિયારીથી કેમ ન કરવામાં આવે, પાપશૂન્ય કાર્ય કહેવાઈ શકતું નથી અને ન એનાથી સંસ્કૃતિ તથા સભ્યતાનો વિકાસ તથા આત્મોન્નતિ જ થઈ શકે છે. વ્યભિચારમાં પ્રવૃતિ કરી સ્વયં પતિત થવું આત્મહિંસા અને પર-સ્ત્રીને પતિત કરવું પરહિંસા સ્પષ્ટ છે.?
બ્રહ્મચર્યની સાધના માટે સંયમપૂર્વક રહેવું આવશ્યક છે અને સંયમનો અર્થ છે મન અને ઇંદ્રિયો તથા વિશેષરૂપે કામ-ભાવનાને પોતાના વશમાં રાખવી. સંયમી જીવ જ એકાગ્ર થઈને ધ્યાનની સાધના કરી શકે છે.
પરિગ્રહ (અનાવશ્યક સંગ્રહ)ની પ્રવૃત્તિ મનુષ્યના લોભ અને તૃષ્ણાને ઉત્તેજિત કરીને સાંસારિક વસ્તુઓના પ્રતિ અનાવશ્યક મોહ-મમતા પેદા કરે છે. પછી સાંસારિક ધન-દોલતની દોડમાં લાગેલા મનુષ્યની આત્મ-શાંતિ અને આત્મ-સંતોષનો નાશ થઈ જાય છે. આત્મ-શાંતિનો નાશ આત્મહિંસા જ તો છે. સાથે જ બેઈમાની, છળ-કપટ અને વિશ્વાસઘાત દ્વારા બીજાઓનું ધન હડપવું અથવા તેમને તેમના અધિકારથી વંચિત કરવા સ્પષ્ટ જ પર હિંસા છે. એટલા માટે પરિગ્રહ ને હિંસાનું અંગ અને અપરિગ્રહને અહિંસાનું અંગ માનવામાં આવે છે.