________________
116
જૈન ધર્મ સાર સંદેશ આ પ્રમાણે એ સ્પષ્ટ થઈ જાય છે કે જૈન ધર્મના મૂળ સિદ્ધાંતના અનુસાર સત્ય, અચોર્ય (ચોરી ન કરવી) વગેરે બધા સદ્ગણ અહિંસામાં સમાઈ જાય છે. તેથી જ તો અહિંસાને પરમ ધર્મ કહેવામાં આવે છે.
ગૃહસ્થ અને અહિંસા અકસર એ પ્રશ્ન ઉઠાવવામાં આવે છે કે શું ગૃહસ્થજીવનમાં રહીને મનુષ્ય અહિંસાના આટલા ઊંચા આદર્શને નિભાવી શકે છે? ગૃહસ્થ પોતાના અને પોતાના પરિવારના પાલન-પોષણ માટે ખેતી, નોકરી વગેરે કોઈને કોઈ રોજગાર કરવો જ પડે છે. પછી ચોરો, બદમાશો અને લૂંટારાઓથી પોતાની સુરક્ષા માટે પણ કંઈક ઉપાય કરવાનો જ હોય છે. આવી સ્થિતિમાં ત્રસ (ચલ) અને સ્થાવર (અચલ) જીવોથી ભરેલા આ સંસારમાં કોઈ પણ જીવને ન મારવાના અને તેમને કોઈ પણ રીતે કષ્ટ ન પહોંચાડવાના નિયમને તે પૂરી રીતે કેવી રીતે નિભાવી શકે છે? ગૃહત્યાગી સાધુઓ માટે પણ એને પૂરી રીતે નિભાવી શકવું કઠિન છે. ગૃહસ્થ માટે તો એ પ્રાય: અસંભવ જ છે.
જૈન ધર્મ પોતાના અહિંસાના મૂળ સિદ્ધાંત પર દઢ રહેતાં વ્યવહારિક જીવનની કઠિનાઈઓ પર સૂક્ષ્મતાથી વિચાર કરીને આ પ્રશ્નનું ઉચિત સમાધાન પ્રસ્તુત કરે છે. આપણે જોઈ ચૂકયા છીએ કે જૈન ધર્મમાં પોતાના આંતરિક ભાવો અને ઇરાદાઓને પવિત્ર રાખવાને તથા જીવ-દયા અને જીવ-રક્ષાને પોતાનું સ્વાભાવિક કર્તવ્ય સમજવાને જ અહિંસાનું વાસ્તવિક રૂપ માનવામાં આવે છે. જો ગૃહસ્થ આ આંતરિક પવિત્રતાની સાથે સાવધાનીપૂર્વક હિંસાથી બચવાનો પ્રયત્ન કરતાં કરતાં પોતાના કર્તવ્યને નિભાવે છે તો તેને અહિંસક જ માનવામાં આવશે.
જૈન ધર્મમાં એ સ્પષ્ટ કરવામાં આવે છે કે બીજા જીવોની હિંસા ચાર રીતે થાય છે જેમને (1) સંકલ્પી (2) આરંભી (3) ઉદ્યોગ અને (4) વિરોધી હિંસા કહે છે.
(i) સંકલ્પી હિંસા તે છે જે સંકલ્પ કરીને (ઇરાદાથી) કરવામાં આવે છે, જેમ કે કોઈ જીવને જાણીબૂઝીને મારવું અથવા કષ્ટ પહોંચાડવું. (2) આંરભી હિંસા તે છે જે ઘર-ગૃહસ્થીનાં કામો કરવામાં અજાણતાથી થઈ