________________
અહિંસા
બીજા રાજ્યમાં લૂંટ-માર કરવા અને નિરપરાધ લોકોને મારવાની આજ્ઞા આપે છે તો તેનું ફળ પણ વિશેષરૂપે તે રાજાએ જ ભોગવવું પડશે. એ જ રીતે જો કોઈ વ્યકિત કોઈ જીવની બુરાઈ કરવાના પ્રયત્નમાં લાગેલો હોય, પરંતુ સંયોગવશ તે જીવની બુરાઈના બદલે ભલાઈ થઈ જાય, ત્યારે પણ બુરાઈ કરવાનો પ્રયત્ન કરનાર વ્યકિતને બુરાઈનું જ ફળ મળશે. એનાથી વિપરીત જો કોઈ વૈદ્ય કોઈ રોગીનો રોગ દૂર કરવાના ઉદેશ્યથી તેને પૂરી સદ્ભાવના સાથે દવા આપી રહ્યો હોય, છતાં પણ રોગીનું મૃત્યુ થઈ જાય, તો વૈદ્યને હિંસાનું ફળ ન મળતાં અહિંસાનું જ ફળ મળશે.
આજ પ્રમાણે જો બે કે બે થી વધુ વ્યક્તિ મળીને કોઈ હિંસાનું કાર્ય કરે તો તેમને પોત-પોતાના રાગ, દ્વેષ, ક્રોધ વગેરે આંતરિક ભાવોની અધિકતા અથવા કમી અનુસાર જ હિંસાનું અધિક અથવા ઓછું ફળ મળશે.
એટલા માટે મનુષ્યનો એ ધર્મ છે કે તે પોતાના રાગ વગેરે વિકારોથી ઉપર ઉઠીને બધા જીવોને પોતાના સમાન સમજે અને એ ધ્યાન રાખે કે જે રીતે આપણને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તે જ રીતે બીજા જીવોને પણ સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. આ રીતે પરમાર્થની સાધના માટે અહિંસા વ્રતને ગ્રહણ કરી જીવ-દયા અને જીવ-રક્ષાનો ભાવ અપનાવવો આવશ્યક છે. બધા પ્રાણીઓને પોતાના સમાન સમજીને હિંસાનો ત્યાગ કરવાનો ઉપદેશ કરતાં જૈનધર્મામૃતમાં કહેવામાં આવ્યું છેઃ
પોતાના સમાન બધા પ્રાણીઓના સુખ-દુઃખ અને ઇષ્ટ-અનિષ્ટનું ચિંતન કરે અને યતઃ (કેમ કે) હિંસા આપણા માટે અનિષ્ટ અને દુઃખકારક છે, અતઃ અન્ય માટે પણ તે અનિષ્ટ અને દુઃખકારક હશે, એવુ સમજીને પર (બીજાની) હિંસા કરવી જોઈએ નહીં."
111
જિન-વાણીમાં પણ એવો જ ઉપદેશ આપવામાં આવ્યો છેઃ :
જે પ્રમાણે તને દુઃખ પ્રિય નથી એવી જ રીતે અન્ય જીવોને પણ તે પ્રિય નથી એવું જાણો. સમજદારી સાથે જીવો પ્રતિ તેવા જ હિત ભાવથી વ્યવહાર કરો જે પ્રમાણે તમે ચાહો છો કે તેઓ તમારા પ્રતિ કરે.