________________
230
જૈન ધર્મ સાર સંદેશ દિવ્યધ્વનિ એક ઊંચા અને ગૂઢ અનુભવની અવસ્થામાં પ્રગટ થાય છે જ્યાં મન, બુદ્ધિ અને વચનનો પ્રવેશ હોતો નથી. એટલા માટે એને ન મનબુદ્ધિ દ્વારા યથાર્થ રૂપે સમજી શકાય છે અને ન એને વર્ણાત્મક ભાષાના વચનો દ્વારા વ્યક્ત જ કરી શકાય છે. પરંતુ પરમાર્થી સાધકોને એના ગહન શાંત અને ગંભીર પ્રભાવનો અનુભવ ખૂબ જ સ્પષ્ટ અને નિઃસંદેહ રીતે થાય છે.
દિવ્યધ્વનિનો પ્રભાવ એટલો ગહન અને વ્યાપક હોય છે કે પશુપક્ષી પણ પોત-પોતાના સ્તર પર એનાથી પ્રભાવિત થયા વિના રહેતાં નથી. હરિવંશપુરાણમાં કહેવામાં આવ્યું છે કે હોઠો ને હલાવ્યા વિના જ નીકળેલા તીર્થંકરના દિવ્યધ્વનિએ તિર્થન્ચ (પશુ-પક્ષી), મનુષ્ય અને દેવોનો દૃષ્ટિમોહ નષ્ટ કરી દીધો, અર્થાત્ તેમનો મોહ ભરેલો દૃષ્ટિકોણ નષ્ટ થઈ ગયો અને તેમની પ્રવૃત્તિ જ્ઞાનની તરફ થઈ ગઈ.
એનાથી એ સૂચિત થાય છે કે ઉચ્ચ કોટિના મહાત્માઓ પ્રભાવથી તેમની સમક્ષ પશુ-પક્ષીઓના સ્વભાવમાં પણ અંતર આવી જાય છે અને તેઓ તે મહાત્માઓ પ્રતિ અનુકૂળ વ્યવહાર કરવા લાગે છે. કહેવાય છે કે જ્યારે દેવદતે બુદ્ધને મદમસ્ત હાથીના પગ તળે કચડાવવાની કુચેષ્ટા કરી તો તે હાથી બુદ્ધની પાસે આવીને તેમની સામે શિર ઝૂકાવીને શાંતભાવથી ઊભો રહી ગયો.
આ વાતને પ્રાયઃ બધા જાણે છે કે વનમાં નિવાસ કરનારા ઋષિમુનિઓને વાઘ, સિંહ વગેરે ખૂંખાર જંગલી જાનવર ક્યારેય છેડતા નથી અને ઋષિ-મુનિઓને પણ તેમનાથી ક્યારેય કોઈ ભય હોતો નથી. ઉચ્ચ કોટિના મહાત્માઓ કે સંતોની સૌમ્ય આકૃતિ, સ્વાભાવિક સરળતા, અહિંસામય જીવન અને શાંત ભાવને જોઈને જંગલી જંતુઓનો વિરોધ-ભાવ મટી જાય છે અને સંત-મહાત્માઓના સમીપનું સંપૂર્ણ વાતાવરણ સહજ જ શાંતિમય થઈ જાય છે. યોગસૂત્રમાં પણ કહેવામાં આવ્યું છે:
અહિંસાપ્રતિષ્ઠાયાં તત્સંનિધો વેરત્યાગડા ? અર્થાત્ જ્યારે સાધકમાં અહિંસાનો ગુણ સારી રીતે સ્થાપિત થઈ જાય છે ત્યારે તેની સામે બધાં પ્રાણી સહજ જ વૈરભાવનો ત્યાગ કરી દે છે. બીજા શબ્દોમાં,