________________
દિવ્ય ધ્વનિ
231 જ્યારે અહિંસાની ભાવના સાધકની અંદર દ્રઢ થઈ જાય છે તો તે અહિંસા ભાવનાનો અનુકૂળ પ્રભાવ પાસે આવનારાઓની ઉપર અવશ્ય પડે છે.
આવી સ્થિતિમાં અનંત જ્ઞાન અને અનંત આનંદને પ્રાપ્ત કરીને પોતાની અંદર દિવ્યધ્વનિને પ્રગટ કરી લેનાર તીર્થકરની સામે આવેલાં પશુ-પક્ષીઓનું તેમના પ્રભાવમાં આવવું બિલકુલ જ સ્વાભાવિક છે.
તત્ત્વભાવનામાં અરહંત ભગવાનના દિવ્ય સ્વરૂપ તથા તેમના મેઘ ગર્જના સમાન દિવ્યધ્વનિનો ઉલ્લેખ આ શબ્દોમાં કરવામાં આવ્યો છેઃ
પરમ રમણીક અશોકવૃક્ષ (જ્યાં શોક કે દુઃખ હોતું નથી) શોભાયમાન છે. તેની નીચે પ્રભુનું સિંહાસન છે. દુંદુભિ વાજાં (દિવ્ય નગારાં)નો પરમ મિષ્ટ (મધુર) અને ગંભીર ધ્વનિ થઈ રહ્યો છે. ભગવાનનો દિવ્યધ્વનિ મેઘ ગર્જનાની સમાન થઈ રહ્યો છે.28
મહાવીર સ્વામીની પૂજામાં પણ આ દિવ્યધ્વનિનો સંકેત કરતાં કહેવામાં આવ્યું છેઃ
ઘનન ઘન ઘનઘંટ બજે દૃમદમ દમદમ મિરરંગ સજે છે વાસ્તવમાં આ અનાહત નાદ, જે પ્રભુનું પ્રગટ રૂપ છે, સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે. આચાર્ય પાર્થદવે સંગીત-સમયસારમાં સ્પષ્ટ કહ્યું છેઃ
નાદાત્મક જગતા અર્થ- સંપૂર્ણ જગત નાદાત્મક છે.40
ભક્તિની તન્મયતા અને ધ્યાનની સિદ્ધિ માટે નાદની આવશ્યકતા બતાવતાં આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છેઃ
ભક્તિ માટે તન્મયતા અને તન્મયતા માટે નાદ-સૌંદર્ય આવશ્યક છે. નાદ-સૌંદર્યની ભાવના સંગીતને જન્મ આપે છે. વીણાનો ઝંકાર, વેણુની સ્વર-માધુરી, મૃદંગ-મુરજ-પર્ણવ-દર્દ-પુક્ર-મંજીર વગેરે અનેક વાદ્ય પ્રાણોમાં ઐક્ય ભાવ ઉત્પન્ન કરે છે. ઐક્ય ભાવથી ધ્યાન-સિદ્ધિ થાય છે. મન-વચન-કાયા એકનિષ્ઠ થઈને સમાધિનો અનુભવ કરે છે.