________________
232
જૈન ધર્મ સાર સંદેશ આ બતાવતાં કે કેવી રીતે ધ્યાન કે સમાધિની અવસ્થામાં દિવ્યધ્વનિની અમૃત-વૃષ્ટિ દ્વારા સાધકોનાં સાંસારિક દુઃખ દૂર થઈ જાય છે, તેમને પરમસુખનો અનુભવ થાય છે અને તેઓ મુક્તિનું મહાફળ પ્રાપ્ત કરી લે છે, મહાચંદ્ર જૈન કહે છેઃ
અમૃત ઝર ઝરી ઝરી આવે જિનવાણી, દિવ્ય ધ્વનિ ગંભીર ગર્જના છે શ્રવણ સુણતા સુખદાની. ભવ્ય જીવ મન-ભૂમિ મનોહર પાપ કચરાની હાનિ. ધર્મ-બીજ ત્યાં ઉગે સુંદર મુક્તિ-મહાફળ કરી દ્રઢ એવું અમૃત ઝરે અતિ શીતળ મિથ્યા તપન બુઝાણી. “બુધ મહાચંદ્ર'' આ ઝર ભીતર મગ્ન સફળ તે જ જાણી. અર્થ - ભગવાન જિનેન્દ્રની વાણી અમૃતનિઝરની સાથે ઝર-ઝર (વરસાદની ઝડી) વરસી રહી છે. દિવ્યધ્વનિ જ તે ગંભીર મેઘગર્જના છે જેને સાંભળીને શ્રોત્ર સપુટ (આંતરિક કાન)માં સુખની પ્રતીતિ થઈ રહી છે. ભવ્યાત્માઓ (મોક્ષ-પ્રાપ્તિની સાધનામાં લાગેલા જીવો)ની હૃદય-ભૂમિનો પાપમય અવકર (કચરો) એનાથી વહી ગયો છે, નષ્ટ થઈ ગયો છે. આ જિનેન્દ્ર-ભારતી (વાણી)રૂપ અમૃત નીરના સિંચનથી શ્રેષ્ઠ ધર્મબીજ અંકુરિત થાય છે જેના વૃક્ષ પર મુક્તિરૂપ મહાન ફળ ફલિત થાય છે. આ પ્રમાણેના અત્યંત શીતલ અમૃતનિઝરથી મિથ્યાત્વરૂપ દાહની શાંતિ થાય છે. “મહાચન્દ્ર”નો અભિમત છે કે આ જ અમૃત-નિઝરમાં જેઓ મગ્ન રહે છે, અવગાહન (ડૂબકી) કરે છે, તેઓ જ પોતાનો જન્મ સફળ કરે છે. .
દિવ્યધ્વનિના સ્વરૂપ અને પ્રભાવ પર વિચાર કરવાથી એ સ્પષ્ટ થઈ જાય છે કે મનને વશમાં કરવા, સંસાર-સાગરને પાર કરવા અને આત્મતત્ત્વના સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરીને પોતાના જીવનને સફળ બનાવવા માટે કોઈ તીર્થકર અથવા સાચા ગુન્ની ખોજ કરીને તેમની પાસેથી દિવ્યધ્વનિનું રહસ્ય પ્રાપ્ત કરવું અત્યંત આવશ્યક છે. એટલા માટે આપણે પૂરી તૈયારી અને દ્રઢ સંકલ્પની સાથે પોતાના મનુષ્ય જીવનના આ મૂળ ઉદેશ્યને પૂરો કરવાના પ્રયત્નમાં