________________
દિવ્ય ધ્વનિ
233
લાગી જવું જોઈએ. શ્રી કાનજી સ્વામીએ ખૂબ જ સ્પષ્ટ શબ્દોમાં આપણને જીવનનાં આ ઉદ્દેશ્યની પૂર્તિના પ્રયત્નમાં પૂરી તૈયારીની સાથે લાગી જવાનો ઉપદેશ આપ્યો છે. તેઓ કહે છેઃ
સાચા દેવ, ગુરુ, શાસ્ત્રના નિમિત્ત વિના કદાપિ સત્ય સમજી શકાતું નથી, એવો નિયમ અવશ્ય છે કે જ્યાં પોતાની તૈયારી હોય છે ત્યાં નિમિત્તનો સુયોગ અવશ્ય થાય જ છે. મહાવિદેહમાં તીર્થંકર ન હોય એ કદાપિ બની શકે નહીં. જો પોતાની તૈયારી હોય તો ભલે ગમે ત્યાં, સત્ નિમિત્તનો યોગ મળી જ જાય છે અને જો પોતાની તૈયારી ન હોય તો સત્ નિમિત્તનો યોગ મળવા છતાં પણ સત્નો લાભ થતો નથી.43
...
...
એટલા માટે આપણાં માટે જરૂરી છે કે સગ્રંથો કે શાસ્ત્રોથી પ્રેરણા લઈને અને સાચા દેવનું સ્મરણ કરીને, દ્રઢ સંકલ્પ અને પૂરી તૈયારીની સાથે સાચા ગુરુની શોધ કરીએ અને તેમના દ્વારા દિવ્યધ્વનિનો અનુભવ પ્રાપ્ત કરીને પોતાનાં જીવનને સફળ બનાવીએ. જૈન ધર્મ પર ગહનતાથી વિચાર કરતાં એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ ધર્મમાં દિવ્યધ્વનિને સર્વાધિક મહત્ત્વ આપવામાં આવ્યું છે અને એનો અનુભવ પ્રાપ્ત કરવો માનવ-જીવનને સફળ બનાવવા માટે આવશ્યક માનવામાં આવ્યો છે.